For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી જુનિયર ડૉક્ટરો હડતાળ પર, રેસિડેન્ટશિપ બોન્ડમાં ન ગણાતા લેવાયો નિર્ણય

જુનિયર ડૉક્ટરોની માંગ હજુ સુધી પૂરી ન થતા આજથી તમામ સરકારી મેડિકલ કૉલેજોના પીજી રેસિડેન્ટ હડતાળ પર ઉતર્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ એક વર્ષના બોન્ડને સીનિયર રેસિડેન્ટશિપમાં ગણવાની જુનિયર ડૉક્ટરોની માંગ હજુ સુધી પૂરી ન થતા આજથી તમામ સરકારી મેડિકલ કૉલેજોના પીજી રેસિડેન્ટ હડતાળ પર ઉતર્યા છે. જુનિયર ડૉક્ટર એસોસિએશને એલાન કર્યુ છે કે જો આગામી 24 કલાકમાં સરકાર નિર્ણય નહિ લે તો 16મીથી ઈમરજન્સી અને કોવિડ સેવા પણ બંધ કરવામાં આવશે.

doctors

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં બોન્ડને સીનિયર રેસિડેન્ટસીમાં ગણવા માટે રજૂઆતો કરવામાં આવી છે. હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જુનિયર ડૉક્ટર એસોસિએશને જણાવ્યુ કે અમારા માટે દુઃખની વાત એ છે કે ત્રણ વર્ષની રેસિડેન્સીમાં 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીની વિકટ સ્થિતિમાં ફરજ બજાવી છે છતાં એક વર્ષના બોન્ડને સીનિયર રેસિડેન્સીમાં ગણવામાં આવ્યો નથી. આરોગ્યમંત્રીએ માંગણીને યોગ્ય ઠેરવી ઘટતુ કરવા અધિકારીઓને આદેશ કર્યો છે પરંતુ હજુ સુધી કમિશનર કચેરીમાં કોઈ લેખિત સ્વરુપે નક્કર કાર્યવાહી થઈ નથી. જેથી આજથી તમામ જુનિયર ડૉક્ટરોને આંદોલન કરવાની ફરજ પડી છે.

રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતની તમામ સરકારી મેડિકલ કૉલેજોના પીજી સીનિયર રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને કોવિડ તેમજ ઈમરજન્સી સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 અને 2018માં પીડી મેડિકલના સીનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની સીનિયર રેસિડેન્સીને ગવર્મેન્ટ બોન્ડ સર્વિસમાં ગણી લેવામાં આવી હતી. એ જ રીતે 2019ની બેચની પીજી વિદ્યાર્થીઓની સીનિયર રેસિડેન્સીને બોન્ડ સર્વિસમાં ગણી લેવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે. સરકારી મેડિકલ કૉલેજના એક હજારથી વધુ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરે તો અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલોમાં આરોગ્ય સેવાને મોટી અસર થઈ શકે છે.

English summary
Junior doctors of government medical colleges on strike from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X