અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ

Subscribe to Oneindia News

ડિસેમ્બરની ગુલાબી ઠંડી અને નાતાલના પર્વ સાથે જ અમદાવાદમાં કાકંરિયા કાર્નિવલની શરૂઆથ થઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી કાકંરિયા તળાવ ફરતે જુદા જુદા કાર્યક્રમો યોજાશે.

carnival

પ્રથમ દિવસે સર્જિકલ સ્ટ્રાઇક આધારિત નાટિકા રજૂ કરવામાં આવી હતી અને ભવ્ય આતશભાજી કરવામાં આવી હતી. કાંકરિયા કાર્નિવલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે 4 સ્ક્વોર્ડ બનાવવામાં આવી છે. એક ટીમમાં 1 એસીપી,1 પીએસઆઇ, 1 એએસઆઇ અને 2 કોન્સ્ટેબલ રહેશે. અહીં બ્રિથ એનાલાઇઝર પણ આપવામાં આવ્યા છે. જેથી કોઈ નશાની હાલતમા લાગે તો તેની તપાસ થઈ શકે. ઉપરાતં કાંકરિયા ખાતે મોબાઇલ બેન્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

carnival

કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે સર્જીકલ સ્ટ્રાઇક અને નોટબંધી મુખ્ય મુદ્દાઓ હશે. આ ઉપરાંત સરકારની યોજનાઓ અને સંદેશાઓ જેમ કે બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન, ગુજરાતનું ગૌરવ, ટ્રાફિક અવેરનેસ, પાણી બચાવો, નશાબંધી અંગે લોકોને જાગૃતિ આવે તે માટે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે.

carnival

કાર્નિવલમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોવાથી લોકોને કેશલેસ પેમેંટ તેમજ ડિજિટલ બનવા માટે જાગૃત કરવામાં આવશે. કાર્નિવલમાં 'બંદે મે હે દમ' નામના નાટક દ્વારા સરહદ પરના સૈનિકોનું મહત્વ દર્શાવવામાં આવશે.

carnival

કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષની જેમ લેસર શો, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોગ શો, પપેટ શો, લોકનૃત્યો, રોક બેંડ, ફૂડ ફેસ્ટીવલ, હોર્સ શો, તબલા વાદન, લોકડાયરો, હાસ્ય દરબાર, જેવા કાર્યકમો પણ યોજવામાં આવશે.

English summary
kankaria carnival starts with grand fireworks
Please Wait while comments are loading...