For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી દુર્ઘટનાને લઈને કેજરીવાલે મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યુ, તાત્કાલિક ચૂંટણીની માંગ કરી!

મોરબીના ઐતિહાસિક ઝૂલતો પુલ તુટવાની ઘટના રાજ્ય સરકાર માટે મુશ્કેલીઓ વધારી રહી છે. એક તરફ સ્થાનિકોમાં ભારે ગુસ્સો છે તો બીજી તરફ રાજનીતિક મોરચે પણ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મોરબી : મોરબીના ઐતિહાસિક ઝૂલતો પુલ તુટવાની ઘટના રાજ્ય સરકાર માટે મુશ્કેલીઓ વધારી રહી છે. એક તરફ સ્થાનિકોમાં ભારે ગુસ્સો છે તો બીજી તરફ રાજનીતિક મોરચે પણ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. મોરબીની ઘટના માટે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી સરકારને જવાબદાર ઠેરવી છે અને રાજીનામાંની માંગ કરી છે.

કેજરીવાલે રાજીનામું માંગ્યુ

કેજરીવાલે રાજીનામું માંગ્યુ

દુર્ઘટના બાદ આમ આદમી પાર્ટી સતત હમલાવર જોવા મળી રહી છે. કેજરીવાલે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કેજરીવાલે શ્રંદ્ધાંજલિ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજીનામાંની પણ માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું કે, મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે.

ઘટના માટે ભ્રષ્ટાચાર જવાબદાર

ઘટના માટે ભ્રષ્ટાચાર જવાબદાર

મોટો આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે, મોરબીની ઘટના ભ્રષ્ટાચારનું પરિણામ છે. આ સાથે કેજરીવાલે કંપનીને બ્રિજની જવાબદારી આપવા પર પણ સવાલો ઉઠાવ્યા. કેજરીવાલે કહ્યું કે, એક ઘડિયાળ બનાવનારી કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો? આનો મતબલ એ છે રે તેના ભાજપ સાથે સંબંધ છે. પ્રાથમિક ફરિયાદમાં કંપની કે કંપનીના માલિકનો કોઈ ઉલ્લેખ નથી. અહીં કેજરીવાલે મોટો આરોપ લગાવતા રહ્યુ કે, સત્તાધારી પાર્ટીને કંપનીના માલિકો તરફથી મોટુ ફંડ મળ્યુ હતુ. આ આરોપોની તપાસ જરૂરી છે.

હોસ્પિટલના રંગ રોગાન મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા

હોસ્પિટલના રંગ રોગાન મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા

અહીં કેજરીવાલે પીએમ મોદીના આગમન પહેલા કરવામાં આવી રહેલા રંગ રોગાનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, હોસ્પિટલનું સ્પ્રુસ-અપ અલગ બાબત છે, પરંતુ મામલો ઢાંકી દેવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે રાજીનામું આપવું જોઈએ અને તાત્કાલિક ચૂંટણી યોજવી જોઈએ.

English summary
Kejriwal demanded the resignation of Chief Minister Bhupendra Patel on the issue of Morbi tragedy!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X