કેજરીવાલના ગુજરાતના ઉદ્યોગપતિઓને મોટા વાયદા, જાણો શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એક સપ્તાહમાં આ તેમની બીજી ગુજરાત મુલાકાત હતી.
રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એક સપ્તાહમાં આ તેમની બીજી ગુજરાત મુલાકાત હતી. આ દરમિયાન કેજરીવાલે વિવિધ શહેરોની મુલાકાત લીધી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે ગુજરાતના વિવિધ વર્ગો સાથે વાત કરી અને વચનો આપ્યા હતા. મંગળવારે પોતાની ત્રીજી મુલાકાતમાં કેજરીવાલે વેપારીઓને 5 મોટા વચનો આપ્યા હતા.

કેજરીવાલે રાજકોટમાં કહ્યું કે અમારી સરકાર આવશે તો અમે તમારો ડર દૂર કરીશું. અમે એવું વાતાવરણ બનાવીશું કે તમે સન્માનપૂર્વક જીવન જીવો. કેજરીવાલે GST પ્રક્રિયાને સરળ બનાવવા પર પણ ભાર મૂક્યો હતો, જ્યારે ઘણા વચનો આપીને વેપારીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. કેજરીવાલે પોતાની સરકારના દિલ્હી મોડલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અમે વેપારીઓને સસ્તી વીજળીથી લઈને અનેક સુવિધાઓ આપીશું.
भाजपा ने गुजरात के व्यापारियों को डरा कर रखा हुआ है। 27 साल हो गए, व्यापारियों से ख़ूब मीटिंग हुई पर सभी एक तरफ़ा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 26, 2022
आज गुजरात के व्यापारियों की बात गुजरात के मुख्यमंत्री और C R Paatil साहब सुन रहे होंगे। उम्मीद है अब चुनाव के पहले व्यापारियों की 2-4 बातों पर अमल हो ही जाएगा। pic.twitter.com/fnsdxd1eNS
કેજરીવાલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ, 6 મહિનામાં પેન્ડિંગ વેટ રિફંડ ક્લિયર કરવા અને GSP પ્રક્રિયાને રાજ્ય સ્તરે લોકો તરફી બનાવવાનું વચન પણ આપ્યું હતું. વેપારીઓને છેલ્લા વચન તરીકે કેજરીવાલે કહ્યું કે, અમે વેપારીઓને ભાગીદાર તરીકે સાથે લઈશું. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, રાજકોટમાં કેજરીવાલે લગભગ દોઢ કલાક સુધી વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વેપારીઓએ કેજરીવાલ સાથે જીએસટીથી લઈને ભ્રષ્ટાચાર સુધીના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. સાથે જ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં AAPની સરકાર આવ્યા બાદ વેપારીઓના મનમાંથી વ્યર્થનો ડર ખતમ થઈ જશે અને તેઓને સન્માનનું જીવન મળશે, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ મળશે, વેટ રિફંડના પેન્ડિંગ 6 મહિનામા ક્લિયરિંગ થશે.












Click it and Unblock the Notifications
