For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્જિનિટી ટેસ્ટમાં પાસ ન થતા યુવતિના પરિવારને 10 લાખનો દંડ

21 સદીમાં નારી શક્તિના યુગમા કે જ્યાં નારીની પુજાની વાત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા બેટી બઢાવ બેટી બચાવ જેવા સૂત્રો આપવામાં આવી રહ્યા છે. આની વચ્ચે અમુક રૂઢિવાદી સામાજિક પરંપરાના નામે મહિલાઓ સાથે હલકા પ્રકારનું કૃત્ય કર

|
Google Oneindia Gujarati News

21 સદીમાં નારી શક્તિના યુગમા કે જ્યાં નારીની પુજાની વાત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા બેટી બઢાવ બેટી બચાવ જેવા સૂત્રો આપવામાં આવી રહ્યા છે. આની વચ્ચે અમુક રૂઢિવાદી સામાજિક પરંપરાના નામે મહિલાઓ સાથે હલકા પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. આવો એક મામલો ભીલવાડા જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં કૌમાર્ય પરીક્ષણના નામે વિવાહિત યુવતિઓને હેરાન કરવામાં આવે છે. સમાજ માટે શરમજન બાબદ તો તે છે કે યુવતિ પર ખાપ પંચાયત દ્વારા 10 લાખનો દંડ પણ નાખી દિધો છે. યુવતિ સાથે જોડાયેલા મામલે પોલીસે સાસરિયા પક્ષ અને ખાપ પંચયાતના સભ્યો સામે કેસ દાખલ કર્યો છે. ડોક્ટરનું કહેવું છે કે, જરૂરી નથી કે વર્જિનીટીમાં યુવતિ પાસ થાય. રમત, સાઇકલિંગ કરતા પણ વર્જિનિટી જઇ શકે છે.

KHAP

ખાપ પંચાયતે પરિવાર પર દશ લાખનો દંડ લગાવી દિધો

પોલીસ અધિકારીઓ જણાવ્યું હતુ કે, પિડિત યુવતિએ કેસ દાખલ કર્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, 11 મે 2022 બાગોરમાં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ કુકડી પ્રથામાં વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમા તે પાસ ના થઇ શકી. સાસરીયા પક્ષ દ્વારા તેની પુછ પરછ કરવામાં આવતા તેની સાથે બળાત્કાર થયો હોવાની વાત કરી હતી. બળાત્કાર મામલનો કેસ ભીલવાડાના સુભાષનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સાસરીયા પક્ષ દ્વારાતેનું કોમાર્ય પરીક્ષણ કર્યુ હતું. કોમાર્ય ફેઇલ જતા તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. સસુરાલ પક્ષ દ્વારા બાગોર ગામમાં સમાજની ખાપ પંચાયત બોલાવીને પરીવાર પર દશ લાખનો દંડ ફટકાર્યો હતો. દંડ ના દેતા સાસરિયા વાળા તેને હેરાન કરતા હતા. આ સમગ્ર મામલાની તપાસ ડીએસપી સુરેન્દ્ર કુમાર કરી રહ્યા છે. તપાસમાં સામે આવ્યુ છે કે, દશ લાખના દંડને લઇને યુવતિના પરિવરને હેરાન કરવામા આવી રહ્યા છે. તેને લઇને સાસરિયા પક્ષ અને ખાપ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેમનું શુ કહેવુ છે
વર્જિનિટી ટેસ્ટ કરવુ તે ખોટુ છે. તે સંભવ થી કે, આ ટેસ્ટમાં કોઇ પાસ થાય જ. રમતમાં કઇ અન્ય કોઇ એક્ટિવીટી દરમિયાન પણ વર્જિનીટી ટે્સટમાં રક્તસ્ત્રાવ થાય તે જરૂરી નથી. આના આધાર પર યુવતિઓ પર શક ના કરી શકાય

English summary
Khap Panchayat fined 10 lakhs for failing virginity test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X