લગ્ન પ્રસંગમાં જમણવાર ૮૦ જેટલા લોકો ફૂડ પોઈઝનીંગની અસર

Subscribe to Oneindia News

ખેડા : મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે એક લગ્ન પ્રસંગમાં જમણવાળ બાદ છાસ પીવાથી ૮૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. સારવાર માટે મહેમદાબાદ સરકારી હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા હતા. બાળકોને તાત્કાલિક મહેમદાવાદ સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતા દોડી આવ્યા હતા.

food

નેનપુર એક પરિવારમાં દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી ગામના લોકો જમવા ગયા હતા. જમ્યા બાદ છાસ પીવાના કારણે ફૂડ પોઈઝનીંગની અસર થતા બાળકો સહીત ૮૦થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. ગામમાં પ્રાથમિક કેન્દ્ર સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધારો ન થતા વધુ સારવાર અર્થે મહેમદાબાદ ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામ લોકોની સ્થિતિ હાલ સુધારા પર છે. ગરમીના કારણે છાસ બગડી ગઈ હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

Read also :ભરૂચમાં ભેખડ ધસી પડતા 6 લોકો દટાયા

English summary
Kheda : More Than 80 people affected by food poisoning.Read here more.
Please Wait while comments are loading...