1.25 કરોડની નવી નોટો સાથે બે શખ્સસોને ઝડપ્યા હતા

Subscribe to Oneindia News

ખેડા જીલ્લાના સેવાલિયા પોલીસ પોલીસ સ્ટેશનના કર્મીઓ વાહન ચેકિંગ દરમિયાન સેવાલિયા ચેક પોસ્ટ પરથી પસાર થતી એસ,ટી બસ રોકી ચેકિંગ કરતા બે શખ્સોને ૧.૨૫ કારોની નવી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. બંન્ને શખ્સોને મુદ્દામાલ સાથે સેવાલિયા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

crime

મળતી માહિતી મુજબ નવી ચલણી નોટો સાથે પકડાયેલા બંને શખ્સો આંગડીયા પેઢીમાં કામ કરતા હોવાથી રોકડ રકમ લઇ ગોધરાથી અમદાવાદ જતા હોવાનું પોલીસ તપાસમાં જણાવ્યું હતું. પોલીસે અટક્યાત કરેલ બંને શખ્સો મૂળ અમદાવાદના રહેવાસી છે. હેમલ ગેહલોત રહે ઘાટલોડિયા અમદાવાદ અને ભરત ડાહ્યાભાઈ પટેલ રહે સ્વામીનારાયણ પાર્ક, અમદાવાદ. બંન્ને આરોપીઓ પાસેથી 500 અને ૨૦૦૦ની ૧.૨૫ કરોડની નોટ જપ્ત કરી આંગડીયા પેઢી ના માલિકને રૂપિયાના પુરાવા સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જણાવામાં આવ્યું છે. આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

English summary
KHEDA: Two persons are arrested with new notes worth 1.25 crores
Please Wait while comments are loading...