ખોડલઘામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, માઇ ભક્તોનું ઘોડાપૂર

Posted By:
Subscribe to Oneindia News

આજે માં ખોડલ સમતે 21 મૂર્તિઓનું ખોડલઘામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થશે. જે માટે સૌરાષ્ટ્ર ભરથી અલગ અલગ જગ્યાએ શોભાયાત્રા નીકળશે અને બપોરે 1 વાગ્યા પછી વિધિવત રીતે આ કાર્યક્રમની શરૂઆત થશે. નોંધનીય છે કે આ માટે રાજકોટની શોભાયાત્રામાં 1 લાખની વધુ લોકો ઊમટી પડશે તેવું મનાય છે. એટલું જ નહીં 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી ચાલનાર આ કાર્યક્રમ અનેક નવા વિશ્વ રેકોર્ડ પણ બનશે.

Read also: હાર્દિક પટેલની ગુજરાતમાં ગ્રાન્ડ એન્ટ્રી, જુઓ તસવીરો


ત્યારે ખોડલધામ આ સમગ્ર કાર્યક્રમની વિગતો જાણો અહીં...

શોભાયાત્રા

શોભાયાત્રા

મંગળવારે 7 વાગે ખોડલઘામના નરેશ પટેલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે દીપ પ્રાગટ્ય કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. નોંધનીય છે કે માં ખોડલ સમેત 21 મૂર્તિઓની શોભાયાત્રા સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોથી નીકળે બપોરે 1 વાગ્યા સુધીમાં કાગવડ પહોંચશે. વળી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, બાઇક અને સજાવેલા ફ્લોટ પણ શહેર યાત્રા કરીને કાગવડ પહોંચશે. વળી રાજકોટથી જે ખોડિયાર માતાની મૂર્તિ છે તે શોભાયાત્રામાં 151 બસો સમેત 75 ફ્લોટસ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

વિશ્વ વિક્રમ

વિશ્વ વિક્રમ

નોંધનીય છે કે આ પાંચ દિવસના કાર્યક્રમ દરમિયાન અનેક વિશ્વ વિક્રમો સર્જાશે. જેમાં તા. 21ના રોજ એક સાથે 3.50 લાખ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરશે. જે રેકોર્ડને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવશે. આ ઉપરાંત 1008 યજ્ઞ કુંડ દ્વારા પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાશે. વળી આજે જે 40 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી છે તેને પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવશે. વળી 18 જિલ્લામાં જે રથ યાત્રા નીકળવામાં આવી છે તે માટે પણ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધવામાં આવશે.

પીએમ મોદીને આમંત્રણ

પીએમ મોદીને આમંત્રણ

નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વળી આજે રૂપાણી પણ ટ્વિટ કરીને આશા વ્યક્ત કરી હતી કે માં ખોડિયારના આશીર્વાદ ગુજરાતને મળે. અને ગુજરાતમાં શાંતિ, સમૃદ્ધિ રહે અને તેનો વિકાસ થાય.

મહાપ્રસાદ

મહાપ્રસાદ

નોંધનીય છે કે માં ખોડલના દરબારમાં આવનાર તમામ ભક્તો માંના પ્રસાદથી વંચિત ના રહે તે માટે ખોડલઘામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જે માટે 240 ફૂટમાં વિશાળ રસોઇ ઘર બનાવવામાં આવ્યું છે. અને હાલ તો પૂરજોશથી મહાપ્રસાદ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આશા રખાય છે આ કાર્યક્રમ દરમિયાન લગભગ 2.25 લાખ લોકોને અહીં પ્રતિ કલાક જમાડી શકાય. વળી આ પાંચેય દિવસ અહીં આવતા લોકોને બે મીઠાઇ, એક ફરસાણ, રોટલી-શાક અને દાળ-ભાત અને છાશનું ભોજન પીરસવામાં આવશે.

English summary
Khodaldham Pranprathishta Mahotsav read here all the update on it.
Please Wait while comments are loading...