Khyati hospital case : ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઝડપાયો, થઈ શકે છે મોટા ખુલાસા
Khyati hospital case : ઘણા નિર્દોષ લોકોને ચીરી નાંખનારી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો માસ્ટર માઈન્ડ પોલીસના હાથે ચડ્યો છે. પોલીસે આરોપી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો છે.
સમાચારો અનુસાર, ક્રાઇમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેનની ધરપરડ કરી લીધી છે. આ ધરપકડ બાદ મોટા ખુલાસા થઈ શકે છે.

અહેવાલો અનુસાર, કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો અને તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કાર્તિક પટેલ ફરાર હતો. કાર્તિક પટેલ વિદેશમાં નાસતો-ફરતો હોવાની માહિતી મળી હતી. તેના એરપોર્ટ આવવાની બાતમી મળતા કાર્તિક પટેલને એરપોર્ટથી પકડી લેવામાં આવ્યો છે.
સુત્રો અનુસાર, કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા.
આ તમામ દર્દીઓને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દેવાયા હતા. સ્ટેન્ડ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. આ પછી પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
