For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતંગરસિકો ગેલમાં, રજાના માહોલમાં આકાશ બનશે રંગીન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 જાન્યુઆરી: ઉતરાયણ પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓ દોરી, પતંગની ખરીદી માટે બજારમાં ઊમટી પડયા છે તો બીજી તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ તેલ, રાંધણગેસ સહિ‌તના ભાવોમાં વધારો થતા મકરસક્રાંતિ પર્વને પણ મોંઘવારીનો પવન નડ્યો હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યુ છે. બાળકો સહિ‌ત પતંગરસિકો લાંબા સમયથી ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે ઉત્તરાયણ પૂર્વે બીજા શનિવારની રજા અને રવિવારની રજા બાદ સોમવારે ઉત્તરાયણ આવતી હોઈ સળંગ ત્રણ દિવસની રજા હોઇ પતંગ રસિકોમાં વધુ પડતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યારે બાળકોને તો મંગળવારે વાસી ઉત્તરાયણની પણ રજા મળતી હોઈ તેમના માટે સોનામાં સુગંધ ભળી ગઇ હોય તેવો જલસો પડી ગયો છે. શનિવારે ગાંધીનગર શહેર સહિ‌ત જિલ્લાના નાના-મોટા નગરોમાં બજારોમાં પતંગ-દોરી સહિ‌તની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ભાવમાં ૧પથી ૨૦ ટકા જેટલો વધારો થયો હોવા છતાં પતંગ રસિકોએ મોંધવારીની ચિંતા કર્યા વિના મનમૂકીને ખરીદી કરી રહ્યા છે.

kite

શનિવાર અને રવિવારે રજા હોવાથી પતંગરસિયાઓ આજે જ ધાબા પર ચડી જશે અને કાપ્યો છે....ના અવાજો સતત બે દિવસ વાતાવરણમાં ઉત્તેજના ફેલાવશે. રવિ-સોમ જોડીમાં ઉત્તરાયણની મજા લૂંટવા આજે જ પતંગબાજોએ તૈયારી કરી દીધી હતી. આજે પતંગ બજારમાં ખરીદીની માહોલ ચરમસીમાએ જોવા મળ્યો હતો, તો બીજીતરફ રસ્તા પર દોરીને માંજો પીવડાવવા વેપારીઓ પાસે લોકો લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં મિત્રો સાથે ધાબા પર સાઉન્ડ સિસ્ટમ તથા ખાન-પાનની લિજજત માણી સંક્રાંત મનાવતા લોકો આજે જ તમામ ખરીદી કરતા જોવા મળ્યા હતા

ગાંધીનગરના સેક્ટર-7માં પતંગ-દોરીનો વેપાર કરતાં સુભાષભાઇ દંતાણીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ સોમવારે છે અને તેના પહેલાં શનિ-રવિની રજા આવે છે. એક દિવસની રજામાં તો મિત્રો સાથે પતંગ ઉડાવવા કે પરિવાર સાથે તે પ્રશ્ન થતો હતો. પરંતુ ત્રણ દિવસની રજા હોઈ પરિવાર અને મિત્રો બંને સાથે ઉત્તરાયણની મજા માણી શકાશે.

પતંગરસિકો માટે નવી વેરાઇટી

આ વખતે બજારમાં ત્રિવેણી રોકેટ, કાટચીલ, તુક્કલ, ઢાલ જેવી વેરાયલી બજારમાં જોવા મળી રહી છે. આ પતંગની 1 કોડીની કિંમત 70 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધીની છે. રાત્રે પતંગબાજીની મજા માણવા માટે પતંગ રસિકો ટુક્કલ ઉડાવવાનું પણ પતંગરસિકો ચૂકતા નથી. પહેલાં માત્ર કાગળના ગુબ્બારા મળતા, પરંતુ હવે પ્લાસ્ટીકના ઈલેક્ટ્રીક એલઈડી લાઈટવાળા ગુબ્બારા, સ્ટાર, બોલ, ફાનસ આકારના ગુબ્બારા બજારમાં ઉપલબ્ધ છે. આ ગુબ્બારાઓની કિંમત રૂ.૧૦થી ૨૦માં મળે છે. જ્યારે બાળકો તેમજ મોટેરાઓ માટે બજારમાં રૂ.૧૦થી લઈને રૂ.૨૦૦ સુધીનાં હોરર માસ્ક, વિવિધ પ્રકારની ટોપી, ચશ્મા અને બ્યૂગલ ઉપરાંત અવનવા કલરવાળા વાળની વીગ પણ ઉપલબ્ધ છે.

તૈયાર દોરીમાં રિયાસત તથા બરેલી હોટફેવરિટ

કેટલાક પતંગરસિકો કાચી દોરીનાં રીલ ખરીદીને રૂ.પ૦ પ્રતિ ૧ હજાર વારના ભાવે પણ માંજો પાઈને દોરી વાપરે છે. તો મોટાભાગના લોકો આ બધી માથાકુટમાં પડવા માંગતા વિના તૈયાર દોરીની ફીરકી ખરીદવાનું પસંદ કરે છે. જેમાં સુરતી ભગવાનદાસ, રિયાસત, પાન્ડા અને બરેલી દોરી હોટ ફેવરિટ છે. આ બંને પ્રકારની દોરીમાં ૬ તાર, ૯ તાર અને ૧૨ તાર, ઉપરાંત નવરંગ વેરાયટી પણ આવતી હોય છે. એક હજાર વારની ફીરકીના ભાવ રૂ.૧૦૦થી લઈને ૨૦૦ સુધી, બે હજાર વારનો રૂ.૨પ૦થી ૪૦૦, તો પાંચ હજાર વારની ફીરકીના રૂ.૭૦૦થી ૧૨૦૦નો ભાવ ચાલી રહ્યો છે.

ચીકીના ભાવમાં ચમકારો

ઉતરાયણ પર્વમાં પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાની સાથે ઉંધીયુ, જલેબી અને ચીકીનો સ્વાદ માણે છે. તલ, મગફળી, માવાચિક્કીની ભારે માંગ હોય છે. ગત વર્ષે ચિકીના ભાવના પ્રતિ કિલો રૂા.૧૨૦ થી રૂા.૧૩૦ના ભાવ હતો. જે આ વખતે વધીને રૂ.૧૬૦ થી રૂ.૨૦૦ કિ.ગ્રા.ના ભાવ થયો છે. મમરાના લાડુના પણ પ્રતિ કિલો રૂ.૧૦નો ભાવ વધારો થયો છે.

ઉંધીયુ, જલેબીનું બજાર ગરમ

શાકભાજીના ભાવોમાં થયેલા વધારા થવાની સાથે સાથે તેલ, રાંધણગેસ અને મજુરીમાં વધારો થવાથી ઉંધીયા, જલેબીમાં ભાવ વધારો થયો છે. ઉંધીયુ પ્રતિ કિલો રૂ.૧૬૦ જયારે ચોખ્ખા ઘીની જલેબી રૂ.૩૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવી રહી છે.

English summary
This year kite lovers have unique chance to enjoy kite festival constantly 3 days because of Sunday. They have make plans to celebrate it fully with family and friends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X