જાણો નરેન્દ્ર મોદીએ ફટકારેલા માસ્ટર સ્ટ્રોક વિશે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

દેશની આગામી નીતિ નિર્માતાઓ વિશે ફેંસલો 16 મેના રોજ આવી જશે પરંતુ સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીની અંદરનો ખળભળાટ એ વાતનો સંકેત આપી રહ્યો છે કે પરિણામ તેમના પક્ષમાં ક્યારેય નહી હોય. કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતા પોતાના નિવેદનોમાં એ વાતનો સ્વિકાર પણ કરી રહ્યાં છે. બીજી તરફ, હાલ દેશભરમાં છવાયેલી લહેર હવે સુનામીમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. સમજી શકાય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનનો મિજાજ અને મૂડ શું છે. રેલીઓ, જનસભાઓ વગેરેના માધ્યમથી નરેન્દ્ર મોદી વર્સીસ ઓલ સમાન બની ગઇ છે. તેને નરેન્દ્ર મોદીની સફળતા કહી દો અથવા નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક.

પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી અભિયાનમાં ચોગ્ગા-છગ્ગા લગાવી રહ્યાં છે. આ વખતે આખુ ચૂંટણી અભિયાન મોદીની આસપાસ છે. દેશની લગભગ બધી પાર્ટીઓ પોતાના અભિયાનમાં નરેન્દ્ર મોદી પર જ નિશાન સાધવા લાગ્યા છે. તો બીજી તરફ મોદી ના ફક્ત તેમને સહન કરી રહ્યાં છે પરંતુ વિરોધીઓ પર વળતો પ્રહાર કરી તેમને ચારેય તરફથી ઘેરી રહ્યાં છે. હાલના સમયમાં દેશનો કોઇ ખૂણો નહી હોય જ્યાં ચૂંટણી કાર્યક્રમ, જનસભા, રેલી વગેરે સંપન્ન થતી હોય. મજબૂરીમાં જ અન્ય પક્ષોના નેતા તેમના પર હુમલા કરવા માટે 'મજબૂર' છે.

થોડા પાછળ જઇએ તો જે દિવસે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરયા હતા. તે દિવસે જ તે પાર્ટી તરફથી લગાવવામાં આવેલો 'માસ્ટર સ્ટ્રોક' હતો. જેનો કાંટો કોંગ્રેસ અત્યાર સુધી શોધી શકી નથી. ત્યારબાદથી જ નરેન્દ્ર મોદીએ એવા એવા માસ્ટર સ્ટ્રોક લગાવ્યા જેનાથી તેમના વિરોધીઓ ધારાશયી થયા ગયા. જો કે તેમના પર પલટવાર પણ ઓછા થયા નહી પરંતુ તેમનો દાવ અત્યાર સુધી દરેક વખતે 'વીસ' જ બેઠ્યો.

મોદીના માસ્ટર સ્ટ્રોકની અસર

મોદીના માસ્ટર સ્ટ્રોકની અસર

હમણાં થોડા દિવસો પહેલાં જ ભવ્ય રોડ શો અને કેસરિયા જન સૈલાબ વચ્ચે નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું. એ જ દિવસે દેશમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ 12 રાજ્યોની 117 સીટો પર મતદાન ચાલી રહ્યું હતું. એ દિવસે ઉમેદવારી પત્ર ભરવાનો મોદીનો નિર્ણય કોઇ માસ્ટર સ્ટ્રોકથી ઓછો ન હતો. જેમ કે તેમણે કેન્દ્રમાં ભાજપ સરકાર બનાવવાની પહેલ હેઠળ 'માં ગંગા'નો ઉલ્લેખ કરતાં આ વૃહત હિંદી પટ્ટીમાં સમર્થકોને ગોળબંધ કરવાનો કારગર અને સટીક પ્રયત્ન હતો.

સૌથી મોટી જંગ પૂર્વાંચલમાં

સૌથી મોટી જંગ પૂર્વાંચલમાં

તેમાં કોઇ સંશય નથી કે લોકસભા ચૂંટણીની સૌથી મોટી જંગ હજુ પૂર્વાંચલમાં લડવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની બનારસ સીટ પરથી ચૂંટણી લડવાની ઘોષણા બાદ ના ફક્ત ઉત્તર પ્રદેશ પરંતુ અન્ય પડોશી રાજ્યો જેમ કે બિહાર, બંગાળ વગેરેની ચૂંટણી આ વખતે એકદમ રસપ્રદ બની ગઇ છે. આ વિસ્તારમાં ધ્રુવીકરણની વાત ભાજપ સીધી રીતે ભલે સ્વિકારતા નથી, પરંતુ હકિકત આ જ છે. નરેન્દ્ર મોદીનું વારાણસી લડવા પાછળ પણ આ કડીનું મૂળ કારણ છે.

મોદીને મીડિયામાં મહત્વ

મોદીને મીડિયામાં મહત્વ

વારાણસીથી ઉમેદવારી પત્ર દાખલ કરતાં પહેલાં નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન ગંગાના તટના કિનારે વસેલ આદ્યાત્મનું આ પ્રાચીનતમ કેન્દ્ર જાણે એકદમ સ્તબ્ધ થઇ ગયું હોય. ચારેય તરફ 'મોદી મોદી'નો હર્ષનાદ અને કાર્યકર્તાઓના ઉદઘોષ વચ્ચે છઠ્ઠા તબક્કાનો ફીકો પદી રહ્યો છે. જો કે એમ ન કહી શકીએ કે નરેન્દ્ર મોદીના આ ભવ્ય ઉમેદવારી પત્ર કાર્યક્રમનો કોઇ સીધો પ્રભાવ મતદાનવાળા વિસ્તારો પર પડી ગયો, પરંતુ નરેન્દ્ર મોદીના આ એક કાર્યક્રમને મીડિયામાં જેટલું મહત્વ મળ્યું તેનાથી મતદાર અજાણ રહ્યો નહી હોય.

કોંગ્રેસ ચૂંટણી પંચની શરણે

કોંગ્રેસ ચૂંટણી પંચની શરણે

રોડ શોના ન્યૂઝનું ચેનલો પર સતત પ્રસારણ કરવામાં આવ્યું જ્યારે 117 સીટો પર મતદાન ચાલી રહ્યું હતું. નરેન્દ્ર મોદીના માસ્ટર સ્ટ્રોકથી કોંગ્રેસ એટલી હદે બેબાકળી થઇ ગઇ કે તેની ફરિયાદ ચૂંટણી કમિશનને જઇને કરી દિધી. કોંગ્રેસ નેતા અન્ય કાનૂનના ઉલ્લંઘનને લઇને નરેન્દ્ર મોદી તથા અન્ય ભાજપના નેતાઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવે.

રોડ શો જોઇ કોંગ્રેસ બેબાકળી બની ગઇ

રોડ શો જોઇ કોંગ્રેસ બેબાકળી બની ગઇ

આ રોડ શો બાદ નરેન્દ્ર મોદી એ પ્રકારે ગદગદ હતા, જેનો અંદાજો તેમનાશબ્દોથી લગાવી શકાય છે. ભાજપના નેતાએ કહ્યું, હું ગંગા માતાના બોલાવા પર આ દૈવીય ભૂમિ પર આવ્યો છું. હું એવી રીતે આવ્યો છું કે જાણે કોઇ બાળક પોતાની માતાના ખોળામાં આવે છે. વારાણસીના માર્ગ પર જે સમયે આ રોડ શો ચાલી રહ્યો હતો, તે સમયે વેપારીઓએ પોતાની દુકાનો પણ બંધ કરી દિધી અને કેટલીક જગ્યાએ અલ્પસંખ્યક સમુદાયના લોકો પણ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ નજારાથી ના ફક્ત કોંગ્રેસ પરંતુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને પણ ગુસ્સો આવ્યો. ત્યારબાદ તે એ પ્રકારે નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ હુમલાવર થઇ ગયા કે જેમ કે મોદી નામની આ સુનામીમાં તે પણ વહી જશે. પોતાના કિલાને બચાવવા માટે તે તનતોડ મહેનત કરવામાં લાગી ગયા અને બધાના નિશાનાના કેન્દ્રમાં મોદી હતા. યુપીમાં પાર્ટીના નેતા પુરજોશમાં લલચાવવામાં લાગી ગયા. ઉત્તર પ્રદેશમાં અત્યર સુધી ભાજપની જેટલી પણ રેલી થઇ, નરેન્દ્ર મોદીએ ગણીગણીને પોતાના પર આરોપ લગાવ્યા આરોપો અને પ્રહારોનો મુંહતોડ જવાબ આપ્યો.

કોંગ્રેસના પ્રહારનો મોદીએ આપ્યા સણસણતા જવાબ

કોંગ્રેસના પ્રહારનો મોદીએ આપ્યા સણસણતા જવાબ

થોડા દિવસો પહેલાં મનમોહન સિંહે કહ્યું હતું કે દેશમાં કોઇ મોદી લહેર નથી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયામાં મોદીએ કહ્યું કે જ્યારે વડાપ્રધાનને મોંધવારી હજુ સુધી દેખાઇ નથી તો 'મોદી લહેર' ક્યાંથી દેખાશે. ત્યારબાદ રાયબરેલી અને અમેઠીમાં પોતાની માતા અને ભાઇ (સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી)ના ચૂંટણી પ્રચારમાં જોડાયેલી પ્રિયંકા ગાંધીએ પણ નરેન્દ્ર મોદી પર વિભાજનકારી, સાંપ્રદાયિકતા વગેરેના નામ પર જોરદાર પ્રહાર કર્યા. જેનો જવાબ ભાજપે રોબર્ટ વાઢેરાના ઉપર બનાવેલો એક વીડિયો ફિલ્મના માધ્યમથી આપ્યો અને તેમાં કથિત રીતે જમીન સોદાની હકિકતને દર્શાવવામાં આવી. ભાજપના આ હુમલાથી કોંગ્રેસ ગુસ્સે ભરાઇ છે હવે કેન્દ્રની સત્તાથી જતાં પહેલાં ગુજરાતમાં મહિલા જાસૂસી પ્રકરણની તપાસ માટે એક ન્યાયિક પંચ બનાવવાની જુગાટમાં છે, જેનો ઇશારો કપિલ સિબ્બલે થોડા દિવસો પહેલાં આપ્યો. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી જે પ્રકારે આ શાબ્દિક પ્રહારોનો સામનો કર્યો અને તેનો જવાબ આપ્યો, તે કોંગ્રેસના ગળાનો ડૂચો બનતો ગયો.

ગાંધી પરિવાર પર મોદીનો માસ્ટર સ્ટ્રોક

ગાંધી પરિવાર પર મોદીનો માસ્ટર સ્ટ્રોક

પ્રિયંકાનો જુબાની હુમલો એ સાબિત કરે છે કે કોંગ્રેસના ભાથામાંથી બધા તીર ચલાવવામાં આવી ચૂક્યાં છે અને હવે તેમની પાસે પ્રિયંકા સિવાય કશું જ બચ્યું નથી. જો કે પ્રિયંકા આ હુમલો થોડીવાર પછી આવ્યો, જે હાલ કદાચ જ કોંગ્રેસની નાવડીને પાર કરાવી શકે. ચૂંટણીની સિઝનમાં ગાંધી પરિવાર પર નિશાન સાધવું આ માસ્ટર સ્ટ્રોક એક કારગર ભાગ છે. જેનો લાભ નિશ્વિત રીતે ભાજપના પક્ષમાં જતો દેખાય છે.

કોંગી દિગ્ગજો સટીક જવાબ

કોંગી દિગ્ગજો સટીક જવાબ

કોંગ્રેસ નેતા બેની પ્રસાદ વર્મા, ઇમરાન મસૂદ, સપા નેતા આઝમ ખાન, ચિદંબરમ, દિગ્વિજય સિંહ વગેરે નેતાઓએ પોતાની જીભ વડે નરેન્દ્ર મોદીને ન જાણે શું શું કરી દિધું. પરંતુ આ તો નરેન્દ્ર મોદી છે જે સમયાંતરે વિરોધીઓને સટીક જવાબ આપતાં રહ્યાં અને પોતાનો પ્રભાવ વધારતા રહ્યાં. સૌથી પહેલાં આ નજારો ઉત્તર પ્રદેશમાં જ જોવા મળ્યો. સાચી વાત છે, કારણ કે આ વિસ્તારમાં જો ભાજપને અનપેક્ષિત સફળતા મળી ગઇ તો તેના કેન્દ્રમાં પણ મોદી જ રહેશે.

ફારૂક અબ્દુલા ફફડી ઉઠ્યા

ફારૂક અબ્દુલા ફફડી ઉઠ્યા

તાજેતરમાં જ નેશનલ કોંફ્રેંસના પ્રમુખ ફારૂક અબ્દુલાએ મોદી વિરૂદ્ધ ઝેરીલું નિવેદન આપ્યું. ત્યારબાદ જવાબમાં નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોની દુર્દશાનો એવો ઉલ્લેખ કર્યો કે ફારૂકના હોશ ઉડી ગયા. પછી તેમને કહેવું પડ્યું કે મારો વિરોધ મોદી વિરૂદ્ધ નથી પરંતુ સાંપ્રદાયિકતા વિરૂદ્ધ છે. જો બીજા અંદાજમાં કહીએ તો આ જ છે મોદીનો માસ્ટર સ્ટ્રોક.

English summary
Know about Master stroke of Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X