For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: એક કેરી 1200 રૂપિયામાં વેચાઈ રહી છે, 3 કિલો કરતા વધુ વજન

શું તમે ક્યારે 1200 રૂપિયાની એક કેરી ખરીદી છે? કદાચ તમે આવી કેરી ભાગ્યે જ જોઈ હશે, પરંતુ ગુજરાતમાં આ કેરીનું ખૂબ જ બુકિંગ થઈ રહ્યું છે. આ કેરીને નૂરજહાં કેરી તરીકે ઓળખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારે 1200 રૂપિયાની એક કેરી ખરીદી છે? કદાચ તમે આવી કેરી ભાગ્યે જ જોઈ હશે, પરંતુ ગુજરાતમાં આ કેરીનું ખૂબ જ બુકિંગ થઈ રહ્યું છે. આ કેરીને નૂરજહાં કેરી તરીકે ઓળખવામાં આવે છે. આ કેરી એટલી મોટી હોય છે કે તેનું વજન 3 કિલો કરતા પણ વધુ હોય છે. આ કેરી ગત વર્ષે 700 રૂપિયામાં મળતી હતી, પરંતુ આ વર્ષે તેની કિંમત વધીને બમણી થઈ ગઈ છે. આ કેરી માર્કેટમાં જુલાઈ સુધી મળશે. લોકો તેનું ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. ફક્ત ગુજરાત જ નહીં લોકો દેશવિદેસમાં આ કેરી ખાય છે. દિલ્હીમાં ખાવા જેવી કેરી સામાન્ય રીતે 50-60 રૂપિયે કિલો મળી જાય છે, પરંતુ 1 હજાર રૂપિયાથી વધુ ભાવે એક નૂરજહાં વેચાઈ રહી છે.

આ પણ વાંચો: પોતે ભણી ન શકી ગામની મહિલા, ગાય-ભેંસોથી જ વર્ષે 75 લાખ કમાય છે

જુલાઈમાં માર્કેટમાં આવશે 1200 રૂપિયા વાળી નૂરજહાં કેરી

જુલાઈમાં માર્કેટમાં આવશે 1200 રૂપિયા વાળી નૂરજહાં કેરી

નિષ્ણાતોના કહેવા પ્રમાણે નૂરજહાં સામાન્ય રીતે અફ્ઘાનિસ્તાનમાં થાય છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ તેની ખેતી થાય છે. ગુજરાતમાં જે કેરી મળે છે, તે સાઈઝમાં ખૂબ મોટી હોય છે. નૂરજહાંના આંબા મધ્યપ્રદેશના અલીગઢમાં આવેલા કાઠીવાડામાં જ હોય છે. અહીં લોકો કેરીના બગીચામાં નૂરજહાંના આંબા સાથે ફોટો પડાવવા પણ આવે છે. આ જિલ્લો ગુજરાતની પણ નજીક આવેલો છે. એટલે ગુજરાતના પૈસાદાર પરિવારો તેની મોટી કિંમત આપવા પણ તૈયાર રહે છે.

ગત વર્ષે 700 રૂપિયામાં વેચાઈ રહી હતી આ કેરી

ગત વર્ષે 700 રૂપિયામાં વેચાઈ રહી હતી આ કેરી

આ વખતે નૂરજહાંનું ફળ જૂનના અંતમાં પાકવા માટે તૈયાર છે. આમ તો આ કેરીની લંબાઈ સામાન્ય રીતે 1 ફૂટની હોય છે, અને વજન 150થી 200 ગ્રામ હોય છે. હકીકતમાં નૂરજહાં નામ રાણીના નામ પરથી રખાયું છે. ગુજરાતમાં ગત વર્ષે આ કેરી 700 રૂપિયામાં મળતી હતી. જો કે આ વર્ષે તેનો પાક ઓછો થવાથી વેપારીઓએ ભાવ વધાર્યા છે. જો કે બાકીની કેરી ગુજરાતમાં સસ્તી થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે ખેડૂતો હવે ઈઝરાયલની ટેક્નિકથી કેરીનું ઉત્પાદન કરે છે, જેનાથી ઉત્પાદન વધ્યું છે.

થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ

થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ

સંવાદદાતાના કહેવા પ્રમામે ગુજરાતમાં અમદાવાદ, વાપી, નવસારી, વડોદરામાં કેરી ખાવાના શોખીન લોકો તેનું એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. જો કે નૂરજહાં હજી તો નાની છે અને આંબા પર લટકી રહી છે, પરંતુ લોકો ઉતાવળા થઈ રહ્યા છે. કેરીની માંગ વધતી જોઈને તેના વેપારીઓ ઉત્સાહિત છે. એક વેપારીએ કહ્યું કે અમારી પાસે નૂરજહાંની ખૂબ ડિમાન્ડ આવી રહી છે. આ કેરીનો ભાવ કેટલાક પરિવારો માટે શાનનો મુદ્દો છે, એટલે કેટલાક લોકો 1200 રૂપિયા પણ ચૂકવવા તૈયાર છે.

અફ્ઘાનિસ્તાનમાં મળે છે પોણા ત્રણ કિલોની કેરી

અફ્ઘાનિસ્તાનમાં મળે છે પોણા ત્રણ કિલોની કેરી

અફ્ઘાનિસ્તાનમાં નૂરજહાં કેરીના ફળનું સરેરાશ વજન 2.75 કિલોગ્રામ કહેવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેનું સરેરાશ વજન 2.5 કિલો રહ્યું છે. કેરીના વેચાણ અંગેનું મોટુ સત્ય એ પણ છે કે ગત વર્ષે નૂરજહાંનો પાક બગડવાથી ઉત્પાદકો નિરાશ થયા હતા.

દુનિયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ઈઝરાયલમાં

દુનિયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ઈઝરાયલમાં

નૂરજહાં તો ઈઝરાયલની સૌથી મોંઘી કેરી છે જ, સાથે કેરી મામલે વૈશ્વિક બજારમાં ઈઝરાયલ સૌથી આગળ છે. ઈઝરાયલમાં દર વર્ષે 50 હજાર ટન કેરીનો પાક થાય છે. અહીં આંબા પર જુદા જુદા પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે. ઈઝરાયલ પાસે કેરીની 5 પ્રકારની પેટન્ટ છે, જે બીજા દેશમાં ન ઉગાડી શકાય. કેરીની ખેતી અહીં 1920માં શરૂ થઈ હતી. હવે ઈઝરાયલની જેમ જ ભારતમાં પણ લોકો કેરી ઉગાડે છે.

ભારતમાં કેરીનો પાક 15,026 ટન

ભારતમાં કેરીનો પાક 15,026 ટન

ઈઝરાયલમાં કુલ 50 હજાર ટનમાંથી 20 હજાર ટન કેરી યુરોપ, ફ્રાંસ, નેધરલેન્ડ, રશિયા જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે 30 હજાર ટન સ્થાનિક માર્કેટમાં વેચાય છે. તો ભારતમાં ઈઝરાયલની સરખામણીમાં ખૂબ ઓછો પાક થાય છે. આપણા દેશમાં માત્ર 15,036 ટન કેરી જ ઉગે છે.

English summary
know about worlds biggest and costliest mango noorjahan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X