For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : જાણો અબડાસા વિધાનસભા બેઠકનું સમીકરણ

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં સૌથી મોટા જિલ્લા કચ્છની અબડાસા બેઠક ચર્ચિત વિધાનસભા બેઠકોમાંથી એક છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં સૌથી મોટા જિલ્લા કચ્છની અબડાસા બેઠક ચર્ચિત વિધાનસભા બેઠકોમાંથી એક છે. તેનું કારણ એ છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વર્તમાન રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે 2014માં અબડાસા બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી. હાલ આ સીટ ભાજપ પાસે છે.

અબડાસા વિધાનસભાની બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા હાલ ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણી માટે પણ તેમને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જેમની સામે કોંગ્રેસે મામદ જુંગ જતને ઉમેદવાર બનાવ્યા છે.

કોંગ્રેસે 2017માં ફરી કબ્જે કરી હતી આ સીટ

કોંગ્રેસે 2017માં ફરી કબ્જે કરી હતી આ સીટ

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ બેઠક જીતી હતી. તેમણે ભાજપના છબીલભાઈ પટેલને નવ હજાર સાતસોથી વધુ મતોથી હરાવ્યા હતા. જે બાદમાં પ્રદ્યુમસિંહ જાડેજાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા.

જાડેજાના રાજીનામા બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપની ટિકિટ પર લડ્યા હતા. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણીને 36 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

2012ની ચૂંટણીમાં થઇ હતી કોંગ્રેસની જીત

2012ની ચૂંટણીમાં થઇ હતી કોંગ્રેસની જીત

2012ની ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. કોંગ્રેસના છબીલભાઈ પટેલે ભાજપના પરસોત્તમ ભાનુશાળીને 7,000 મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના છ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. વર્ષ 1990, 2002 અને 2007માં ભાજપ આ સીટ જીતી ચૂક્યું છે. આ સિવાય 1962માં અહીંથી સ્વતંત્ર પાર્ટીનો વિજય થયો હતો. આ સિવાય કોંગ્રેસે અહીં તમામ ચૂંટણી જીતી છે.

નિર્ણાયક મતદાર છે દલિત સમાજ

નિર્ણાયક મતદાર છે દલિત સમાજ

ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી મામદ જંગ જત મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વસંતભાઈ વાલજી ખેતાણીને ટિકિટ આપી છે.

ગુજરાત કોંગ્રેસના અગ્રણી ચહેરાઓમાંના એક શક્તિસિંહ ગોહિલનો આ બેઠક પર પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

2017માં ભાજપે કચ્છ જિલ્લામાં ચાર બેઠકો જીતી હતી

2017માં ભાજપે કચ્છ જિલ્લામાં ચાર બેઠકો જીતી હતી

અબડાસા બેઠક કચ્છ જિલ્લાની છ બેઠકોમાંથી એક છે. 2017માં ભાજપે જિલ્લાની છ માંથી ચાર બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું.

ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
know equation of Abdasa Assembly seat in Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X