નાથા પટેલ કે ભગવાન ચૌધર? જાણો બનાસકાંઠાની ધાનેરા બેઠકના રાજકીય સમિકરણો!

બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ જિલ્લો અંતરિયાળ અને પછાત જિલ્લા તરીકે ગણવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ જિલ્લો અંતરિયાળ અને પછાત જિલ્લા તરીકે ગણવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ગામો અને થરાદ, તથા ધાનેરા મતવિસ્તારના ગામોને અડીને આવેલી છે.

vote

ધાનેરા મતવિસ્તારમાં દાંતિવાડા અને ધાનેરા તાલુકાના ગામોનો સમાવેષશ થાય છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 2.15 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં, 1.13 લાખ પુરૂષ મતદારો અને 1.01 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જેમાં જો જાતિગત મતદારોની ગણતરી કરવામાં આવે તો, ઠાકોર સમાજના 17 ટકાથી વધુ એટલે કે 35 હજાર જેટલા મતદારો છે. ત્યારે, ચૌધરી સમાજના મતદારો પણ 45 હજાર આસપાસ નોંધાયેલા છે. ત્યારે, રબારી સમાજના મતદારો પણ 42 હજાર આસપાસ નોંધાયેલા છે. આ ઉપરાંત દલિત અને ઇત્તર મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં નોંધાયેલા છે.

ધાનેરા વિધાનસભાની 2017ની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના નાથા પટેલ વિજયી થયા હતા. તેમણે ભાજપના માવજી દેસાઇને પરાજિત કર્યા હતા. ત્યારે, આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભગવાન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી વર્તમાન ધારાસભ્ય નાથા પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી સુરેશ દેવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, ભાજપના કદ્દાવર નેતા અને ગત ટર્મ ભાજપમાંથી લડેલા માવજી દેસાઇ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આ રીતે, ધાનેરા બેઠક પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X