કચ્છમાં વહેલી સવારે 4.7 અને 3.5ની તીવ્રતાના બે ભૂંકપે ધરા ધ્રુજાવી

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવારે, ગુજરાતના કચ્છ વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપના બે તેજ ઝટકા અનુભવાયા હતા. અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂંકપે લોકોને ઊંધમાંથી જગાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ભૂંકપના તીવ્ર આંચકા વહેલી સવારે 4 વાગે આવ્યા હતા. સવારે 4:03 વાગે પહેલો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7ની નોંધવામાં આવી હતી. તે પછી 3.5ની તીવ્રતાનો બીજો આંચકો સવારે 4:06 નોંધવામાં આવ્યો હતો. ભૂંકપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિમી દૂર માનવામાં આવે છે.

earthquakes

ભૂંકપના આંચકાથી ભયભીય થઇવે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે થયેલા આ ભૂંકપના તીવ્ર આંચકાના કારણે મકાનો અને રસ્તા પર આંચકા લોકોએ અનુભવ્યા હતા. અને બૂમો પાડતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી કચ્છમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાઇ રહ્યા છે. જો કે તેની તીવ્રતા 3 થી 4 રેક્ટર સ્કેલની આસપાસ જ હોય છે. પણ તેમ છતાં સતત આવી રહેલા આ ભૂંકપના આંચકાઓએ લોકોની ચિંતા હાલ વધારી છે.

English summary
Kutch : 4.7 and 3.5 richter scale two earthquakes in Kutch. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.