ધરતીકંપના બચાવની મોકડ્રીલના થોડ દિવસો બાદ કચ્છમાં 3.4 મેગ્નિટ્યૂડનો ધરતીકંપ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ધરતીકંપ આવે ત્યારે બચાવ-રાહત કામગીરી કઇ રીતે કરવી અને એ માટે તંત્ર છે કે કેમ એ ચકાસવા સરકારે હજુ હમણા જ મોકડ્રીલ કરાવી હતી. એ કાલ્પનિક ભૂકંપની થોડા જ દિવસ બાદ આજે કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૪ મેગ્નીટયુડ નોંધાઇ છે. સવારે ૧૧.ર૭ મિનિટે ૩.૪ ના આ ધરતીકંપથી ભય ફેલાઇ ગયો હતો. કચ્છના કેટલાક વિસ્તારમાં તેની ઓછી વધતી અસર અનુભવાઇ હતી. ભચાઉથી ૯ કિ.મી.ના અંતરે તેનું કેન્દ્રબિંદુ અને ઉંડાઇ રર.પ કિ.મી. જેટલી નોંધપાત્ર હતી. ભચાઉમાં તો ઇમારતોના બારી-દરવાજા ખળભળી ગયા હતા અને ઘણાં માણસો બહાર દોડી ગયા હતા. કચ્છમાં વિતેલા ૧૧ કલાકમાં જ આ સહિત નાના મધ્યમાં ૬ આંચકા નોંધાયા છે, જેમાંના ૩ નું કેન્દ્રબિંદુ ભચાઉ આસપાસ હતું.

earthquake

વાગડની ધરા મધરાત્રિથી અશાંત બની હોય તેમ રાત્રિના બાર વાગ્યાથી લઈ બપોરના ૧૨ સુધીના ૧૨ ક્લાક્માં ૧.૪ની તીવ્રતાથી લઈ ૩.૪ની તીવ્રતા ભૂક્ંપના કુલ છ હળવા ક્ંપન નોંધાયાં છે. ભચાઉની ધરા આજે સવારે ૧૧.૨૭ મિનિટે વધુ એક્વાર ૩.૪ની તીવ્રતાના ભૂક્ંપના આંચક્ાથી ધૃજી ઉઠી છે. અનેક્ લોક્ોએ આ આંચક્ાનો અનુભવ ર્ક્યો હતો. ગાંધીનગરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીક્લ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટે આંચક્ો ભચાઉથી ૯ ક્લિોમીટર દૃૂર ઈશાન દિૃશામાં ક્રમરીયા નજીક્ નોંધાયો હોવાનું જણાવ્યું હતું. જમીનમાં ૨૨.૫ ક્લિોમીટરની ઊંડાઈથી આંચકો ઉદ્ઘવ્યો હતો. આંચકાને કારણે અનેક્ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પૂર્વે સવારે ૮.૦૧ મિનિટે દૃુધઈ નજીક્ ૧.૮, ૫.૫૧ મિનિટે દૃુધઈ નજીક્ ૧.૪, ૪.૪૧ મિનિટે ભચાઉ નજીક્ ૧.૮, ૪.૨૪ મિનિટે રાપર નજીક્ ૧.૧ અને મધરાત્રે ૧૨.૨૧ મિનિટે ભચાઉ નજીક્ ૧.૫ની તીવ્રતાના અન્ય પાંચ આંચકો પણ નોંધાઈ ચૂક્યાં છે.

English summary
Kutch : earthquake of 3.4 magnitude in Kutch. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.