કચ્છઃ અખબારી અહેવાલમાં છપાયેલ નોટિસમાં 'બાંધકામ' શબ્દ પ્રયોગથી બન્ની માલધારી સંગઠનનો વિરોધ

અખબારી અહેવાલમાં છપાયેલ નોટિસમાં 'બાંધકામ' શબ્દ પ્રયોગથી બન્ની માલધારી સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે.જાણો વિગત.

કચ્છઃ 13 જુલાઈના રોજ અખબારી અહેવાલ મારફતે એક નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયામાં આવેલ આ નોટિસમાં 'બાંધકામ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો જે સંદર્ભે બન્ની વિસ્તારની પંચાયતોએ પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. આ અંગેના પત્ર સાથે બન્ની પશુઉછેરક માલધારી સંગઠને કચ્છ કલેક્ટરને તેમની રજૂઆત કરી છે. કલેક્ટરશ્રીએ પ્રશ્નના યોગ્ય નિરાકરણ માટે આશ્વાસન આપ્યુ છે.

Recommended Video

કચ્છ : અખબારી અહેવાલમાં પ્રસિધ્ધ થયેલ નોટિસમાં બાંધકામ શબ્દના પ્રયોગથી બન્ની માલધારી સંગઠનનો વિરોધ

kutchh

બન્ની ગામના રહેવાસીએ જણાવ્યુ કે હાલમાં 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયા અને અખબારી અહેવાલોના માધ્યમથી એવુ જણાવ્યુ હતુ કે બન્ની ગામમાં દબાણની સાથે સાથે બાંધકામ પણ હટાવવામાં આવશે અથવા એની મંજૂરી આપવામાં નહિ આવે, આ અંગે પંચાયતોને વાંધો હતો કારણકે જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજ આવ્યુ ત્યારે 1964થી પંચાયતો નિર્માણ થયેલી છે. 1971માં બન્ની ગામની આકારણી અને માપણી થયેલી છે. જે તે સમયથી પંચાયતો આકારણી નિભાવે પણ છે.

હાલમાં જે પ્રશ્ન ઉદભવ્યો તે માટે પંચાયતોને વાંધો છે. તે માટે માલધારી સંગઠન હેઠળ અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા અને રજૂઆત કરી કે નોટિસમાંથી બાંધકામ શબ્દ હટાવવામાં આવે અને પંચાયતના જે અધિકારો છે તેને યથાવત રાખવામાં આવે. કલેક્ટરશ્રીએ પ્રશ્નના નિરાકરણ માટે આશ્વાસન આપ્યુ છે. બન્નીમાં 19 પંચાયતો અને 53 ગામડાઓ છે. ગામડામાં અમારા જે રહેણાંક, દુકાનો, શાળાઓ છે તે બધુ પંચાયતની એનઓસીથી જ બને છે. તે માટે પૂરતા પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. હાલમાં 'બાંધકામ' શબ્દ જે આવ્યો તે માટે તમામ પંચાયતોએ વાંધો દર્શાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X