કચ્છમાં સ્વાઇન ફ્લુથી વધુ એક મહિલાનું મોત

Subscribe to Oneindia News

સ્વાઈન ફ્લુનો કહેર વધતો જાય છે. ચોમાસાની ઋતુની શરૂઆતમાં સ્વાઈન ફ્લુથી વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. કચ્છ જિલ્લાના અંજારનાં વિજયનગર વિસ્તારમાં રહેતી 65 વર્ષની વૃદ્ધાનું સ્વાઈન ફ્લુથી મોત નીપજ્યું છે, જ્યારે ભુજનાં વિજયનગર વિસ્તારની મહિલાનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

swine flu

મળતી માહિતી મુજબ, રવિવારે માંડવીનાં 75 વર્ષનાં વૃદ્ધનો ભોગ લીધા બાદ અંજારનાં વિજયનગર વિસ્તારમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધાનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં મંગળવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ ભુજનાં વિજયનગર વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ તેમને આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી સ્વાઈન ફ્લુથી 9 દર્દીનાં મૃત્યુ થયા છે, જ્યારે 29 કેસ પોઝિટિવ નોંધાયા છે. સ્વાઈન ફ્લુને પહોંચી વળવા તંત્ર કામે લાગ્યું છે.

English summary
Kutch: One more lady died due to Swine Flu.
Please Wait while comments are loading...