કચ્છ: પાકિસ્તાની મરીન દ્વારા દરિયામાંથી ૫ બોટ સહીત ૩૦ માછીમારોનો અપહરણ

Subscribe to Oneindia News

પકિસ્તાન મરીન દ્વારા ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જખૌના દરિયામાં IMBL પાસેથી ૫ બોટ સહીત ૩૦ માછીમારોનું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવ્યું છે પાકિસ્તાન મરીને અપહરણ કરેલી ૫ બોટ પોરબંદરની છે. અને બોટમાં ૩૦ જેટલા માછીમારો સવાર હતા.

fisherman

પાકિસ્તાન મારીને IMBL પાસેથી માછીમારોનું અપહરણ કરી કરાચી બંદર લઇ જતી વખતે ૫ પૈકી 1 બોટના ઇન્જેનમાં બ્લાસ્ટ થતા બોટ ગરકાવ થઇ હતી. બોટમાં સવાર માછીમારો બચાવ થયો હતો. બોટ એસોશિયેશન પ્રમુખ ભરતમોદીની માગ છે પાકિસ્તાનમાં સડતા માછીમારોને તાત્કલિક છોડાવામાં આવે. અવાર-નવાર પાક મરીન દ્વારા માછીમારોને અપહરણ કરવાના મામલે સરકારને પગલા ભરવા માટે રજૂઆત કરી હતી

English summary
Kutch: Pakistan again kidnapped 30 fishermen wITH 5 boats.Read here more.
Please Wait while comments are loading...