For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ: માંડવીના તલવાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ કરાયુ

સરકાર દ્વારા કચ્છના માંડવી તાલુકામાં સાતમા તબક્કાના સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. માંડવીના તલવાણા ગામે યોજાયેલ આ કાર્યક્રમમાં અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ ઉપર જ યોજનાક

|
Google Oneindia Gujarati News

સરકાર દ્વારા કચ્છના માંડવી તાલુકામાં સાતમા તબક્કાના સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. માંડવીના તલવાણા ગામે યોજાયેલ આ કાર્યક્રમમાં અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ ઉપર જ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.

Recommended Video

કચ્છ : માંડવીના તલવાણા ગામે તાલુકા કક્ષાનું સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો

Mandvi

અંતરીયાળ ગામના લોકોને યોજનાકીય લાભો અને પોતાના પ્રશ્નોના નિકાલ માટે તાલુકા કક્ષાએ ધક્કા ખાવા પડતા હતા. સરકાર શ્રી દ્વારા શરૂ કરાયેલ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોને તમામ યોજનાકીય લાભો ઘર આંગણે જ મળતા ખુશી છવાઇ હતી. સેવાસેતું કાર્યક્રમમાં સાત- બારના ઉતારા, આવકના દાખલા, જાતિના દાખલા, મેડીસિન સારવાર, મિલકત આકારણી ઉતારો, રેશનકાર્ડમાં નામ દાખલ કરવું તથા કમી કરવુ, જન્મ મરણના દાખલા સહિતના યોજનાકીય લાભો સરકારના આ હકારાત્મક અભિગમ દ્વારા ઘર આંગણે જ મળી રહે છે.

આ પ્રસંગે તાલુકા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત ભચાઉ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપ સિંહ જાડેજા પણ હાજર રહી લોકોના પ્રશ્નોના નિકાલ લાવવામાં મદદ કરી હતી. આ પ્રસંગે કુલદીપ સિંહ જાડેજાએ સરકારના આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

English summary
Kutch: A service bridge program was held at Talwana village of Mandvi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X