For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 5000થી વધુ હોસ્પિટલો, સ્કૂલોમાં ફાયર એનઓસીનો અભાવ

રાજ્યની 166 નગરપાલિકાઓમાં 5000થી વધુ હાઉસિંગ હોસ્પિટલો અને સ્કૂલોમાં આગ માટે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ નથી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સરકાર દ્વારા છેલ્લા 6 મહિનામાં ફાયર સેફ્ટીના ધોરણોનુ પાલન થાય તે માટેના અનેક પ્રયત્નો કરવા છતાં પણ રાજ્યની 166 નગરપાલિકાઓમાં 5000થી વધુ હાઉસિંગ હોસ્પિટલો અને સ્કૂલોમાં આગ માટે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ નથી. રાજ્યમાં 377 કોવિડ-19 હોસ્પિટલો સહિત 1393 હોસ્પિટલો અને 2883 સ્કૂલોમાં ફાયર એનઓસી નથી. સોમવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્યના છ ઝોનના પ્રાદેશિક કમિશ્નરો દ્વારા છ અલગ સોગંદનામામાં આ વિગત મૂકવામાં આવી હતી. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે 5138 હોસ્પિટલ અને સ્કૂલ ઈમારતોમાં ફાયર એનઓસી નથી. 9187 સ્ટ્રક્ચરમાં બીયુ પરમિશન નથી જેમાં 2392 હોસ્પિટલો, 2944 સ્કૂલો અને 3851 ઈન્ડસ્ટ્રીયલ યુનિટનો સમાવેશ થાય છે.

guj hc

ગાંધીનગર ઝોનમાં 30 મે સુધીમાં 851 હોસ્પિટલો અને 617 સ્કૂલોમાં યોગ્ય ફાયર ઓનઓસી નથી. અન્ય 934 હોસ્પિટલો, 669 સ્કૂલો અને 7171 ફેક્ટરીઓ અને ઈન્સ્ટ્રીયલ યુનિટમાં બીયુ પરમિશન(બિલ્ડિંગ યુઝ પરમિશન) નથી. ગાંધીનગર ઝોનના પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરે અમિત યાદવના રજૂઆત કરવા મુજબ ઝોનની કુલ 170 કોવિડ-19 હોસ્પિટલોમાંથી 123 પાસે કોઈ ફાયર એનઓસી નથી.

રાજકોટ ઝોનના પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર સ્તુતિ ચરણે રજૂ કરેલા સોગંદનામા મુજબ 29 મે સુધી 241 હોસ્પિટલો અને 477 સ્કૂલો માટે ફાયર એનઓસી નથી. રાજકોટ ઝોનમાં કુલ 30 મ્યુનિસિપાલિટી છે જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે. ચરણના જણાવ્યા મુજબ 3235 ઈમારતોમાં બીયુ પરમિશન નથી જેમાં 353 હોસ્પિટલો, 653 સ્કૂલો અને 2229 ફેક્ટરીઓ અને ઈન્ડસ્ટ્રીયલ એકમોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ઝોન સુરત કે જેમાં નર્મદા, ભરુચ, સુરત, વલસાડ અને તાપી સહિત 19 મ્યુનિસિપાલિટીનો સમાવેશ થાય છે તેમાં 201 હોસ્પિટલો અને 338 સ્કૂલોમાં ફાયર એનઓસી નથી જ્યારે 201 હોસ્પિટલો, 298 સ્કૂલો અને 172 ફેક્ટરીઓ અને ઈન્ડસ્ટ્રીયલ એકમોમાં બીયુ પરમિશન નથી. આ ઝોન હેઠળ 39 કોવિડ-19 હોસ્પિટલોમાંથી 22 પાસે ફાયર એનઓસી નથી. ભાવનગર ઝોનમાં 38 કોવિડ-19 હોસ્પિટલોમાંથી 36 પાસે ફાયર એનઓસી નથી.

English summary
Lack of fire NOC in more than 5000 hospitals and schools in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X