જાણો તમારા ઉમેદવારને: રાજકોટ ગ્રામીણથી ભાજપના લાખાભાઈ સાગઠિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ગ્રામીણની સીટ પરથી ભાજપના લાખાભાઈ સાગઠિયાને ટિકિટ આપવામાં આવી છે. લાખાભાઈ સાગઠિયા વિષે થોડુ જાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ ગ્રામીણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે લાખાભાઈ સાગઠિયાની પસંદગી કરવામાં આવી છે. તો લાખાભાઈ સાગઠિયા વિષે થોડુ જાણીએ. લખાભાઈનો જન્મ 7 ઓગસ્ટ,1949 ની રોજ રાજકોટના લોધિકા તાલુકામાં થયો હતો. લાખાભાઈના પિતાનું નામ જેઠાભાઈ સાગઠિયા હતું.

લાખાભાઈ વર્ષ 2012માં કોંગ્રેસમાંથી આ જ સીટ પરથી ઊભા રહ્યા હતા અને તેઓ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા હતા. ત્યાર બાદ તેઓએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો હતો. આ વર્ષની ચૂંટણીમાં લાખાભાઈને ભાજપે તે જ સીટ પરથી ચૂંટણી લડવાની તક આપી છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર લાખાભાઈએ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ ગીતાબેન છે. તેમને બે પુત્ર છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. તેમની સંપત્તિ લગભગ 43 લાખ જેટલી છે. તેમના પર આત્યાર સુધીમાં 5 ગુનાહિત કેસો નોંધાયા છે.












Click it and Unblock the Notifications
