એકતા નગર એરપોર્ટ માટે ગુજરાત સરકારે જમીનની ઓળખ કરી
Ekta Nagar Airport : ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાણ વધારવા માટે એકતા નગર ખાતે પ્રસ્તાવિત એરપોર્ટ માટે ખેરકુવા, ભાદરવા અને સુરેવા નામના ત્રણ ગામોમાં જમીનની ઓળખ કરવામાં આવી છે.
રાજ્ય વિધાનસભામાં ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંગળવારના રોજ આ માહિતી આપવામાં આવી હતી.

તિલકવાડા તાલુકામાં આવેલા આ ગામોની જમીનનો ઉપયોગ 3,000 મીટરના રનવેના નિર્માણ માટે કરવામાં આવશે. પસંદ કરેલી જમીનમાં અંદાજે 210 ચોરસ મીટર ખાનગી જમીનનો સમાવેશ થાય છે. અને રાજ્ય સરકાર દ્વારા 20 નવેમ્બર, 2023ના રોજ જમીન સંપાદન માટેની પરવાનગી આપવામાં આવી હતી.
આ વિસ્તારમાં આધુનિક એરપોર્ટ વિકસાવવાનો નિર્ણય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના નોંધપાત્ર ધસારાને કારણે છે.
હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને તે પૂર્ણ થયા બાદ જમીન સંપાદન પર કામ શરૂ થશે.












Click it and Unblock the Notifications
