For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદેશ મીડિયા સેન્ટર અમદાવાદ ખાતે યુવા મોરચા દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનનું લોન્ચિંગ

યુવા મોરચા દ્વારા 18 થી 25 વર્ષના જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે, તેમને ધ્યાનમાં રાખી યુવા મોરચા દ્વારા આ અભિયાનનું આયોજન કરવમાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, યુવા મોરચાના દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનનું લોન્ચિંગ કાર્યક્રમ 9 ઓકટોબર પ્રદેશ મીડિયા સેન્ટર અમદાવાદ ખાતે રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી અને યુવા મોરચાના પ્રભારી રોહિત ચહલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

My First Vote for Modi

યુવા મોરચા દ્વારા 18 થી 25 વર્ષના જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે, તેમને ધ્યાનમાં રાખી યુવા મોરચા દ્વારા આ અભિયાનનું આયોજન કરવમાં આવ્યું છે. યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટે માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનની માહિતી પત્રકારને આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં માય ફર્સ્ટ વોટ અભિયાનનું ટી શર્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રેસને સંબોધતા ડૉ. પ્રશાંત કોરાટે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે, ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં આગામી સમયમાં માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન થકી મહા સંપર્ક અભિયાન ચલાવાશે. આ અભિયાન ડિજિટલ માધ્યમ થકી ત્રણ તબક્કામાં યોજાનાર છે.

My First Vote for Modi

આ અભિયાનમાં 18 થી 25 વર્ષના યુવા મતદારોને ડબલ એન્જિનની સરકાર થકી જે વિવિધ વિકાસ કાર્યો થયા છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા પ્રેરણા આપવમાં આવશે. યુવા મતદારો ભાજપના શુભેચ્છક બને તે માટે પ્રયાસ કરવામાં આવશે.

કોરાટે વધુમાં જણાવ્યું કે, આ અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબકક્કામાં 10 થી 16 તારીખ સુધી યોજાશે, જેમાં ગુજરાતની કોલેજ, હોસ્ટેલ, ક્લાસીસમાં જઇ યુવા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવમાં આવશે. કોલેજમાં યુવા વિદ્યાર્થીઓમાં માય ફર્સ્ટ વોટ ફોર મોદી વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાશે. બીજા તબક્કામાં 30 નવેમ્બરથી 10 ઓક્ટોબર સુધી જ્યારે ત્રીજો તબક્કો 5 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન યોજાશે.

બીજા અને ત્રીજા તબક્કમાં યુવા મોરચાના કાર્યકરો શહેરના જાહેર સ્થળો પર પેમ્પલેટ, પ્લે કાર્ડ અને પત્રિકા વિતરણ કરવમાં આવશે. રાજ્યના ગામડા અને શહેરના બુથમાં આ અભિયાન ચાલશે. રાજ્યના ગામડામાં 20 થી 25 યુવા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લઇ યુવા મતદારોને સંપર્ક કરશે.

રાજ્યમાં વિધાનસભામાં યુવા મરોચાના કાર્યકરો રાજ્યના યુવાનો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રયાસ કરવમાં આવશે. ગુજરાતમાં આશરે 48 લાખ નવા મતદારો ગત પાંચ વર્ષમાં જોડાયા છે કે, જે મતદારો પહેલી વખત મતદાન કરશે તે તમામ મતદારો ભાજપના શુભેચ્છક બનાવવા પ્રયાસ કરવમાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચાના પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષકુમાર સિંહ,પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિન આસરા, પ્રદેશના મહામંત્રીઓ ડૉ. નરેશ દેસાઇ, ઇસાન સોની, રાષ્ટ્રીય યુવા મરોચાના કારોબારી સભ્ય વિસુ બસોયા, યુવા મોરચાના મીડિયા સેલના કન્વીનરઓ લીલાઘર ખડકે, ક્રૃતિક ભટ્ટ, કલાકાર દેવ જોષી, જય ઠક્કર, પ્રેમ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Launch of My First Vote for Modi campaign by Gujarat Yuva Morcha at Pradesh Media Center Ahmadabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X