For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ

પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે 11 મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે 11 મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે. હાર્દિક પટેલ નોકરી અને શિક્ષણમાં અનામત, ખેડૂતોની દેવામાફી અંગે 25 ઓગસ્ટથી અમદાવાદ સ્થિત પોતાના ઘરે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે બાદ સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાએ અપીલ કરી છે કે હાર્દિક પોતાના ઉપવાસ ખતમ કરી દે. જે રીતે હાર્દિકની તબિયત બગડી રહી છે તે બાદ દેવગૌડાએ હાર્દિકને ઉપવાસ ખતમ કરવાની અપીલ કરી છે. સાથે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યુ છે.

hardik patel

દેવગૌડાએ લખ્યો પત્ર

પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં દૈવગૌડાએ કહ્યુ છે કે રાજસ્થાનમાં ઓબીસી શ્રેણીનાના લોકોને તેમના કાર્યકાળમાં અનામત આપવામાં આવ્યુ હતુ. હું તમને અપીલ કરુ છુ કે આ પાટીદાર અનામત માટે એક કમિશનની રચના કરો. વળી, દેવગૌડાએ ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ આ અનામત બાબતને કેન્દ્ર સામે રાખે અને હાર્દિક પટેલના ઉપવાસ ખતમ કરાવવા માટે આગળ આવે. વળી, બીજી તરફ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ હાર્દિક પટેલને પોતાના ઉપવાસ ખતમ કરવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટઆ પણ વાંચોઃ ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટ

અખિલેશે કર્યુ સમર્થન

અખિલેશ યાદવે ટ્વિટ કરીને હાર્દિક પટેલને અપીલ કરી છે કે તે પોતાના ઉપવાસ ખતમ કરી દે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે હાર્દિક પટેલ પોતાના સમાજ તેમજ ખેડૂતો પ્રત્યે કરાયેલા સંકલ્પોની પૂર્તિ માટે જે રીતે ઉપવાસ કરીને સંઘર્ષ કરી રહ્યા છે તે પ્રશંસનીય છે પરંતુ અમારો તેમને આગ્રહ છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે કારણકે જનતાને જાગ્રત કરનાર તેમના આંદોલન અને સમર્થકોને તેમના સક્રિય નેતૃત્વની પરમ આવશ્યકતા છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકના સમર્થનમાં અપીલ કરી હતી.

English summary
Leaders across the party appeals to HArdik Patel to end his fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X