For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલનપુરમાં મહિલા આયોગ દ્વારા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ!

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ટાઉન હોલ ખાતે ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન પારઘીના અધ્યક્ષસ્થાને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ટાઉન હોલ ખાતે ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન પારઘીના અધ્યક્ષસ્થાને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ હતી. ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા મહિલાઓને લગતા કાયદાઓ, નારી અદાલતોની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

Legal awareness camp

આ શિબિરમાં ઉપસ્થિત હ્યુમન ડેવલેપમેન્ટ કમીટી, યુ.જી.સી.ના ચેરમેન ર્ડા. રાજુલ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, આજના યુગમાં મહિલાઓએ જાગૃત થવાની સાથે સારું શિક્ષણ મેળવવુ ખૂબ જ જરૂર છે. મહિલાઓને સારું શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મળે તે માટે મહિલાઓલક્ષી યોજનાઓ, મહિલાઓ માટે મિલ્કતનો અધિકાર તથા દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યૂટી ફી માંથી માફી જેવી અનેક યોજનાઓ અમલમાં છે. મહિલાઓને આર્થિક સશક્ત બનાવવા ગૃહ ઉદ્યોગ માટે મુદ્રા યોજના હેઠળ રૂપિયા ૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે જેનો લાભ લઇને મહિલાઓ આત્મનિર્ભર બની છે.

ર્ડા. રાજુલ દેસાઇએ જણાવ્યું કે, ભારતીય બંધારણે મહિલાઓને ગૌરવપૂર્વક પોતાનું જીવન જીવવાનો અધિકાર આપ્યોા છે. મહિલાઓ કુંટુંબ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે તેની સાથે પોતાના માટે પણ તેમણે સારી રીતે જીવન જીવવું જોઇએ. આજના ડીઝીટલ યુગમાં મહિલાઓ મહિલાઓ સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે સચેત રહેવા તથા સોશ્યલ મિડીયાનો ઉપયોગ ખુબ જ સાવચેતીપૂર્વક કરવા તેમણે જણાવ્યું હતું.

શિબિરમાં ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની સમજ, મહિલા વિષયક તમામ યોજનાની જાણકારી, દહેજના કાયદાઓથી માહિતગાર કરવા મહિલાઓ માટે કાયદાઓની અને લાભોની સમજ, પંચાયતલક્ષી માર્ગદર્શન તથા આઇ.પી.સી.ની વિવિધ કલમો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

English summary
Legal awareness camp organized by Mahila Ayog in Palanpur!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X