નગર પ્રમુખ શિવસેના બોર્ડ લગાડેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Subscribe to Oneindia News

ગઢ પોલીસે બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી અને મહારાષ્ટ્ર પાસીંગની ગાડીમાંથી વિદેશી દારૂ સહીત ૩ આરોપીઓને ઝડપ્યા છે. નોંધનીય છે કે આ ગાડી પર નગર પ્રમુખ શિવસેનાનું બોર્ડ લગાડેલું હતું. જોકે પોલીસને બાતમી મળી હતી પોલીસે ગાડી રોકીને ચેકિંગ કરતા ગાડી માંથી વિદશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

shivsena

બનાસકાંઠા ગુજરાતની બોર્ડરનો જિલ્લો છે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અનેક કીમિયા રચે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી બુટલેગર ક્યારે એમ્બ્યુલન્સ, બસ, લાલ બત્તી અને ગવર્મેન્ટ લખેલી ગાડીનો ઉપયોગ કરે છે. આ વખતે શિવસેનાના બોર્ડ વાળી ગાડી પણ ઝડપાઈ ગઈ છે.

પોલીસે આ ગાડીમાંથી 192 વિદેશી દારૂની બોટલ કબજે કરી છે. જેની કિંમત રૂ 4 લાખની આસ પાસ છે. અને ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ દ્વારા પૂછપરછ આરોપીઓ ગાડી મહારાષ્ટ્રના કોઈ નગર સેવક પાસેથી ખરીદી હતી તેને બોર્ડને દૂર નહતો કર્યો અને પોતાને શિવસેનાનો કાર્યકર હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ ગાડીની સાચી ઓળખ અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

English summary
Liquor worth 4 lakh found in Shivsena nagarsevak car near Banaskantha.
Please Wait while comments are loading...