જાણો તમારા નવા કેબિનેટ મંત્રીઓને, કોણ કેટલું ભણેલું?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી મંગળવારે ભાજપે શપથ વિધિ કાર્યક્રમ કરીને 8 કેબિનેટ મંત્રીઓની શપથ વિધિ કરાવી. 99 બેઠકો પર બહુમતી મેળવનાર ભાજપે શપથવિધિમાં પાટીદાર ફેક્ટરને મહત્વ આપ્યું હતું. રૂપાણી સરકારે તેની કેબિનેટમાં આર.સી ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ગણપતસિંહ વસાવા, જયેશ રાદડીયા, દિલીપ ઠાકોર, ઇશ્વરભાઇ પરમાર અને પ્રદિપસિંહ જાડેજાનો સમાવેશ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સમેત કુલ 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાધુ સંતોની હાજરીમાં આ આઠ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે આ તમામ નેતા વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.

નિતિન પટેલ

નિતિન પટેલ

ગુજરાતની સરકારમાં ફરી એક વાર નીતિન ભાઇ પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે રીપિટ કરવામાં આવ્યા હતા. મહેસાણાથી ભારે મતોથી જીતનાર નીતિન પટેલ, કેબિનેટમાં પાટીદાર નેતા તરીકે વગદાર સ્થાન ધરાવે છે. 90ના દશકાથી સતત મંત્રીમંડળમાં રહેનાર નીતિનભાઇને નાયબ મુખ્યમંત્રી તરીકે આ કાર્યક્રમમાં શપથ લીધા હતા. નોંધનીય છે કે 22 જૂન 1956માં વિસનગરમાં જન્મેલા નીતિનભાઇ બીકોમના સેકન્ડ યર સુધી ભણ્યા છે. અને રાજનીતિમાં જોડાયા પહેલા કપાસ અને તેલ ઉદ્યોગમાં કામ કરી ચૂક્યા છે.

આર. સી. ફળદૂ

આર. સી. ફળદૂ

ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ મનાતા તેવા આર.સી. ફળદૂને પણ રૂપાણી કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. 56 વર્ષીય ફળદૂ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. 60 વર્ષના ફળદૂ લેઉવા પાટીદાર નેતા છે. અને એસએસસી સુધી ભણેલા છે. જામનગર દક્ષિણની પરંપરાગત બેઠકથી ફળદૂ જીતીને આવ્યા છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગત કેબિનેટમાં શિક્ષિણમંત્રી રહી ચૂકેલા ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને 68 વર્ષે ફરી એક વાર કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ધોળકાની સીટ પરથી જીતને આવેલા ભુપેન્દ્ર ભાઇ બી.એસ, બી.એડ અને એલ.એલ.બીનું ભણ્યા છે. પક્ષના દિગ્ગજ નેતા હોવાની સાથે જ તે બહોળો અનુભવ પણ ધરાવે છે.

કૌશિષકભાઇ પટેલ

કૌશિષકભાઇ પટેલ

62 વર્ષીય કૌશિકભાઇ પટેલ નારાણપુરા બેઠકથી જીતી આવ્યા છે. કોમર્સ ગ્રેજ્યુએટ તેવા કૌશિકભાઇને પક્ષના વિશ્વાસુ નેતા અને અમિતશાહના નજદીકી માનવામાં આવે છે. વળી સંગઠનનો તેમને અનુભવ છે. નવા અને પાટીદાર નેતા તરીકે તેમનું નામ કેબિનેટમાં જોડવામાં આવ્યું છે.

સૌરભ પટેલ

સૌરભ પટેલ

59 વર્ષના સૌરભ પટેલને બોટાદ બેઠક પર જીત પછી કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજના નેતા અને વાઇબ્રન્ટ ગુજરાતના સુકાની તથા વહીવટ ક્ષેત્રે સારો અનુભવ ધરાવતા સૌરભ પટેલે અમેરિકાથી એમબીએ કરેલું છે. અને તે ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક છે.

ગણપત વસાવા

ગણપત વસાવા

એક વખતે જેમનું નામ નાયબ મુખ્યમંત્રીના સંભાવિત ઉમેદવારમાં આવતું હતું તેવા 46 વર્ષીય ગણપત વસાવાને કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. એમએ કરીલા ગણપતભાઇ માંગરોળથી જીતીને આવ્યા છે. આદિવાસી સમાજના મોટા ચહેરા તેમજ આદિવાસી બેલ્ટમાં ભાજપનું નામ બનાવનાર નેતા એવા વસાવા મોદી શાહના પણ વિશ્વાસુ છે.

જયેશ રાદડિયા-દિલિપભાઇ ઠાકોર

જયેશ રાદડિયા-દિલિપભાઇ ઠાકોર

35 વર્ષીય જયેશ રાદડિયા કેબિનેટના નવા યુવા નેતાઓમાંથી એક છે. જેતપુરથી જીતીને આવેલા જયેશભાઇ સિવિલ એન્જિનિયર છે. લેઉવા નેતા તેવા જયેશભાઇ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. સાથે જ તેમની જોડે રાજ્ય સરકારના મંત્રીનો અનુભવ પણ છે.

દિલિપભાઇ ઠાકોર
58 વર્ષના ચાણસ્માથી જીતીને આવેલા દિલીપભાઇ વિરાજીભાઇ ઠાકોર એસએસસી પાસ છે. ઠાકોર સમાજના મોટા નેતા તેવા ભાજપના વિશ્વાસુ નેતા, ઉત્તર ગુજરાતના મોટા નેતા છે.

ઇશ્વરભાઇ પરમાર

ઇશ્વરભાઇ પરમાર

46 વર્ષીય ઇશ્વરભાઇ પરમાર બરડોલીની જીતીને આવ્યા છે. 10મું પાસ તેવા ઇશ્વરભાઇ યુવા કેબિનેટ નેતાઓના લિસ્ટમાંથી એક છે. તે બીજી વાર આ ટર્મથી વિજયી થઇને આવ્યા છે. અને જૂના કેબિનેટ મંત્રીઓ હારતા તેમને આ તક આપવામાં આવી છે.

English summary
List of Gujarat cabinet ministers, who took oath today. Know more about them here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.