અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડશે, ઔપચારિક એલાન આવતીકાલે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતરે તે લગભગ નક્કી જ છે. તેમની ઉમેદવારીની ઔપચારિક જાહેરાત બુધવારે કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અડવાણીને ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડાવી શકે છે. આ આશયની જાહેરાત 19 માર્ચના રોજ ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બાદ થશે. પહેલાં લાલકૃષ્ણ અડવાણીની વડોદરા અને સુરતથી લડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તો ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વારાણસી લોકસભા ચૂંટણી લડવાનું ભલે ફાઇનલ થઇ ગયું હોય, પરંતુ ગુજરાતની એક સીટ પરથી ચૂંટણી લડવા અંગે સસ્પેંસ યથાવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત અમદાવાદની દક્ષિણ પૂર્વ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે ભાજપની પહેલી યાદી જાહેર થયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની વર્તમાન સીટ ગાંધીનગરથી ચૂંટણી લડવાની આશા વ્યક્ત કરી હતી. ગાંધીનગરથી પાંચ વખતથી સાંસદ લાલકૃષ્ણ અડવાણીને આ પહેલાં પાર્ટીએ રાજ્યસભા સીટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ તેમણે ઉચ્ચ સદનમાં જવાની મનાઇ કરી દેતાં ચૂંટણીના રાજકારણમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

modi-advani-11

લાલકૃષ્ણ અડવાણીએ અત્યાર સુધી ગાંધીનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કોઇ અન્ય સીટ પર જવામાં તેમને રસ દાખવ્યો નથી. ભોપાલના સાંસદ કૈલાશ જોશીએ જાહેરાત કરી છે કે તે આ વખતે ચૂંટણી લડશે નહી અને તેમણે આ સીટ પરથી લાલકૃષ્ણ અડવાણીને મેદાનમાં ઉતરવા માટે આમંત્રણ આપ્યું છે.

લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટ પરથી 1991, 1998, 1999, 2004, અને 2009માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2009માં તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને તેમણે કોંગ્રેસના પોતાના પ્રતિદ્રંદ્રી સુરેશ પટેલને 1.21 લાખ મતોના અંતરથી હરાવ્યા હતા.

ગુજરાતમાં ભાજપના ઉત્સાહિત યૂનિટનો દાવો છે કે પાર્ટી રાજ્યમાં 26 લોકસભા સીટોમાંથી 20-22 પર કબજો કરશે કારણ કે નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર છે. 2009માં ગુજરાતમાં પાર્ટીએ 17 સીટો જીતી હતી. રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ભારે જીત નોંધાવ્યા બાદ નેતાઓનું માનવું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે.

English summary
Apart from Varanasi in Uttar Pradesh,BJP's prime ministerial candidate Narendra Modi will also contest from a seat in Gujarat ie Ahmedabad (South East) while there is a suspense on the fate of LK Advani's seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X