For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ ગુજરાતમાં આજે શું ખુલશે શું નહિ, જુઓ આખી યાદી

લૉકડાઉનઃ ગુજરાતમાં આજે શું ખુલશે શું નહિ, જુઓ આખી યાદી

|
Google Oneindia Gujarati News

20 એપ્રિલથી ગુડરાતમાં વાણિજ્યિક ઉદ્યોગો સંબંધિત કેટલીક શરતો સાથે છૂટ આપવાનો નિર્ણય કરાયો છે. આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે એવી વસ્તુઓ વિશે જણાવ્યું કે લૉકડાઉનમાં 20 એપ્રિલ બાદ ખુલી શકશે. જે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં આજથી શહેરી વિસ્તારથી બહાર આવેલા ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે. જ્યારે 8 મહાનગરપાલિકા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી નહિ મળે.

gujarat

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે અને રાજ્યના 2 શહેરોને હોટસ્પોટ ઘોષિત કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ અને વડોદરા રેડ ઝોનમાં, 1600થી પણ વધુ કેસ ધરાવતા ગુજરાતમાં 50 ટકાથી વધુ કેસો માત્ર અમદાવાદથી જ નોંધાયા છે ત્યારે અમદાવાદમાં મેડિકલ ઈમરજન્સી સિવાયના અન્ય કોઈ ધંધા રોજગાર માટે છૂટ આપવામાં નહિ આવે. જે ગ્રીન ઝોનમાં આવે છે તે બધા જિલ્લાઓમાં મહદઅંશે છૂટ આપવામાં આવશે. અહીં જુઓ કઈ સેવાઓ માટે છૂટ મળી શકે છે.

કઈ સેવાઓ ચાલુ રહેશે જુઓ યાદી

  • દવાખાના, કેમિસ્ટ, ફાર્મસી, જન ઔષધી કેન્દ્ર સહિત તમામ દવાની દુકાનો અને તબીબી ઉપકરણની દુકાનો
  • તમામ આરોગ્ય સેવાઓ
  • હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક
  • તબીબી પ્રયોગશાળા અને સંગ્રહ કેન્દ્રો
  • કોવિડ-19 સંબંધિ સંશોધન હાથ ધરી રહેલી ફાર્માસ્યુટિકલ અને તબીબી સંશોધન પ્રયોગશાળા, સંસ્થાઓ
  • પશુચિકિત્સા હોસ્પિટલ, દવાખાના, ક્લિનિક, પેથોલોજી લેબ, રસી અને દવા વેચાણ અને પુરવઠા.

કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે

  • ખેતરમાં ખેડૂત અને ખેત કામદારો દ્વારા ખેતીની કામગીરી ચાલુ રહેશે
  • એસએસપીની કામગીરી સહિત કૃષિ પેદાશોની પ્રાપ્તિમાં સંકળાયેલી એજન્સીઓ
  • કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંચાલિત અથવા રાજ્ય કે સંઘ રાજ્યક્ષેત્ર દ્વરાા જાહેર કરાયેલ મંડી
  • કૃષિના મશીનો, તેના સ્પેરપાર્ટ્સ અને રિપેરિંગની દુકાનો ખુલ્લી રહેશે
  • ખેત યંત્રસામગ્રી સંબંધિત કસ્ટમ હાયરિંગ મશીન
  • ખાતર, બિયારણ, કિટનાશક, વિતરણ, છૂટક વેપાર.
  • કાપણી અને વાવણી સંબંધિત મશીનો હેરાફેરી કરી શકાશે.

કોરોના વાયરસતી અસરગ્રસ્ત શહેરોની યાદી જુઓ

મત્સઉદ્યોગ

  • ખોરા અને નિભાવણી, લણણી, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડ ચેન, વેચાણ અને માર્કેટિંગ સહિતના માછીમાર કે જળચર ઉદ્યોગો સંબંધિત કામકાજ ચાલુ રહેશે
  • ઈંડાસેવન ગૃહ, ફીડ પ્લાન્ટ્સ ચાલુ રહેશે
  • માછલી /ઝીંગા અને માછલીની બનાવટો, માછલીના સીડ/ખોરાક અને તમામ પ્રવૃત્તિઓ માટેના કામદારોની હેરફેર.

પશુધનને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે

  • દુધ પ્રેસેસ કરતા પ્લાન્ટો અને દૂધ બનાવટોના પરિવહન અને સપ્લાય ચેન સહિત સંગ્રહ પ્રક્રિયા, વિતરણ અને વેચાણ.
  • ગૌશાળા સહિત પશુઓના આશ્રયગૃહોના કામકાજ ચાલુ રહેશે
  • મરઘા ફાર્મ અને ઈંડા સેવન ગૃહ તથા પશુધન ઉછેરની પ્રવૃત્તિ સહિતના પશુધન ફાર્મના કામકાજ
  • મકાઈ અને સોયા જેવા કાચા માલના પુરવઠા સહિત પશુ દાણના ઉત્પાદનના અને દાણના પ્લાન્ટ

કન્સ્ટ્રક્શન વર્કને પણ મંજૂરી

  • ગ્રામ્ય વિસ્તારોમાં એમએસએમઈ સહિતના રોડનું બાંધકામ, સિંચાઈના પ્રોજેક્ટ, મકાનોનું બાંધકામ, ઔદ્યોગિક એસ્ટેટના તમામ પ્રકારના પ્રોજેક્ટ
  • ગ્રામ્ય વિસ્તારોમા ચાલુ પ્રોજેક્ટોને છૂટ પણ કામદાર હાજર હોય તે જ સ્થળે. બહારથી કામદારોને લાવવાની મંજૂરી નથી.

વાણીજ્યિક અને ખાનગી સંસ્થાઓ

  • બ્રોડ કાસ્ટિંગ, ડીટીએચ કેબલ સેવાઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • 50 ટકા માણસોથી ચાલતી આઈટી અને આઈટીથી ચાલતી સેવાઓ
  • સરકારી પ્રવૃત્તિઓ માટે માત્ર ડેટા અને કોલ સેન્ટર
  • ગ્રામ્ય પંચાયત સ્તરે સરકારી મંજૂરીથી ચાલતા સામાન્ય સેવા કેન્દ્રો
  • કુરિયર સેવાઓ
  • બંદરો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, કન્ટેનર ડેપો, વ્યક્તિગત એકમો અને કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસની સેવાઓ
  • ખાનગી સિક્યોરિટી સેવાઓ
  • હોટેલ, હોમ સ્ટે, લોજ, મેડિકલ ઈમર્જન્સી સ્ટાફ, ક્રૂ મેમ્બર્સ
  • ક્વોરન્ટાઈન માટે જોડાયેલી સંસ્થાઓ
  • ઈલેટ્રિશિયન, પ્લમ્બર, મોટર મિકનિક અને સુથાર

જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા

  • માલના મેન્યુફેક્ચરિંગ, જથ્થાબંધ અથવા સ્થાનિક સ્ટોર
  • રેશનિંગની દુકાન, ફૂડ અને ગ્રોસરી, હાઈજિન વસ્તુઓ, શાકભાજી, ફળો, ડેરી, મરઘાં ઉછેર કેન્દ્રો, માંસ-મચ્છી, પશુદાણ અને ઘાંસચારો.

ટ્રાન્સપોર્ટેશનને મંજૂરી

  • માલની હેરફેર કરતા વાહનોની અવરજવરને મંજૂરી
  • હવાઈ મથકોના અને કાર્ગો (માલ) હેરફેર, બદલી અને ખસેડવા માટે હવાઈ પરિવહન માટેની સંબંધિત સગવડોના કામકાજ.
  • અધિકૃત કસ્મટ ક્લિયરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટો સહિત કાર્ગો હેરફેર માટે દરિયાઈ બંદરો અને ઈનલેન્ડ કન્ટેનર ડેપોના કામકાજ
  • ડ્રાઈવર, માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ધારવતો હોવો જોઈએ, તે શરતોને આધિન રહીને બે ડ્રાઈવરો અને એક હેલ્પર સાથે તમામ ટ્રક તથા અન્ય માલ/કેરિયર વાહનોની હેરફીર/ ખાલી ટ્રક/ વાહનોની માલની ડિલિવરી પછી અથવા માલ લેવા જવા માટે અવરજવરની મંજૂરી રહેશે
  • પેટ્રોલિયમ પેદાશો અને એલપીજી, ફૂડ પ્રોડક્ટ્રસ, મેડિકલ સપ્લાય સહિતની જરૂરી વસ્તુઓની કોંસ લેન્ડ બોર્ડર હેરફેર માટે લેન્ડ પોર્ટ્સ કામકાજ

આ કામ પર પ્રતિબંધ રહેશે

  • સુરક્ષાના હેતુ સિવાયની ટ્રેનોની અવરજવર
  • સાર્વજનિક પરિવહન માટે બસોનું સંચાલન
  • ઈકોમર્સ કંપનીઓ અને બીનજરૂરી સામાન્
  • મેટ્રો રેલ સર્વિસ
  • સ્વાસથ્ય કારણો અને નિર્દેશો હેઠળ મંજૂરી મળેલ ગતિવિધિઓ ઉપરાંત લોકોની એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર
  • મંજૂરી ના હોય તેવા ઔદ્યોગિક અને કોમર્શિયલ સંસ્થાઓ
  • નિર્દેશોમાં મંજૂરી નથી તો હોટલ, રેસ્ટોરાંનું સંચાલન બંધ
  • રિ7ા અને સાઈકલ રિક્ષા સહિત ટેક્સીઓ સંચાલન અને એપ બેઝ્ડ કેબ્સ
  • સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવા સામૂહિક કેન્દ્ર
  • દરેક સામાજિક, રાજનૈતિક, રમતજગત, મનોરંજન અથવા અન્ય કોઈપણ આયોજન,
  • દરેક ધર્મસ્થળો બંધ રહેશે
  • અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
English summary
lockdown 2 what will open in gujarat from 20th april
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X