સોમાભાઈ પટેલ અને કિશનસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા

Lok sabha Election 2024 : લોકસભાના પૂર્વ સભ્ય સોમાભાઇ ગાંડાભાઇ પટેલને ફરીથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલે તેમને કેસરી ખેસ અર્પણ કર્યો હતો.

ભાજપ દ્વારા ટીવી ડિબેટ પેનલના પૂર્વ સભ્ય કિશનસિંહ સોલંકીને પણ ફરીથી પાર્ટીમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બંનેને અગાઉ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચંદુભાઈ શિહોરાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. કોંગ્રેસે અત્યાર સુધી યોજાયેલી 15 ચૂંટણીમાં 7 વખત આ સીટ જીતી છે. આ બેઠક પરથી ભાજપ છેલ્લા બે ટર્મથી ચૂંટણી જીતી રહ્યું છે.

Lok sabha Election 2024

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલને હરાવ્યા હતા. આ પછી વર્ષ 2020માં સોમાભાઇ ગાંડા પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

જે બાદમાં તેઓએ ઘરવાપસી કરી કોંગ્રેસમાં પરત ફર્યા અને કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. હવે ફરી એકવાર સોમાભાઇ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X