મોદીની આંધી વચ્ચે છોટા ઉદેપુરમાં ‘રામ-રામ’ કે ‘નારાયણ-નારાયણ’?
ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તેને હવે 5 દિવસનો સમય જ રહી ગયો છે. રાજ્યભરમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો કોને મળશે તેનું ગણીત રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તો દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોને વિજયી બનાવવામાં લાગી ગઇ છે. દેશમાં એક તરફ મોદીની લહેર છે અને જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યાં છે, તેમાં પણ ગુજરાતમાં ભાજપ 20 કરતા વધુ બેઠકો મેળવશે તેવો અદાંજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર બેઠકનો ચિતાર કેવો છે, તેના પર નજર ફેરવીએ.
છોટા ઉદેપુર બેઠક અંગે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવા માટે આ જંગ પોતાની સાખ પરત મેળવવાનો છે. એક સમયે આ બેઠક પર નારણ રાઠવા સતત ચૂંટાતા આવતા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાએ 1999 અને 2009માં નારણ રાઠવાને પરાજય આપ્યો હતો. જ્યારે રામસિંહ રાઠવા માટે આ બેઠક જાળવી રાખવાનો જંગ છે. બેઠકના ઇતિહાસ પર નજર ફેરવીએ તો એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી પરંતુ 1989માં નારણ રાઠવા જનતા દળ તરફથી ચૂંટણી લડ્યાં અને આ બેઠક પર વિજયી થયા તેઓ 1989 અને 1991ની લોકસભાની ચૂંટણી જનતા દળ તરફથી લડ્યા હતા.
પરંતુ 1996માં તેઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસમાં જોડાયા બાદ આ બેઠક ફરી કોંગ્રેસનો ગઢ બની ગઇ અને નારણ રાઠવા 1996 અને 1998માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થયાં, પરંતુ 1999માં ભાજપના રામસિંહે તેમને પરાજિત કર્યા, જ્યારે 2004માં ફરી નારણ રાઠવા વિજેતા થયા હતા અને 2009માં ફરી ભાજપના જ રામસિંહ રાઠવાએ વિજયનો કેસરિયો લહેરાવ્યો હતો. આ વખતે પણ આ બેઠકમાં કયા રાઠવા ઉમેદવાર વિજયી થશે તે જોવાનું રસપ્રદ રહશે પરંતુ તેમ છતાં મોદીની લહેરને જોતા રામસિંહનો વિજય નિશ્ચીત જણાઇ રહ્યો છે.

ભાજપના ઉમેદવાર
ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાએ કહ્યું છેકે નેરોગેજ લાઇન માટે હેરિટેજ સ્ટેટસની માંગણી કરાશે. ચાંપાનેર-પાવાગઢ રેલવે લાઇનને અપગ્રેડ કરવામાં આવશે. ડભોઇને ચાંદોદ અને સરદાર સરોવર સાથે લિંકિંગ કરવામાં આવશે. કપાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના હેડ ક્વાર્ટરને ગુજરાત શિફ્ટ કરવું જોઇએ.

કોંગ્રેસનો ઉમેદવાર
કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાએ કહ્યું છેકે ડભોઇમાં 350 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રિક એન્જીન રીપેર વર્કશોપ શરૂ કરાશે, છોટાઉદેપુરથી ધાર અને ઇન્દોર સુધી રેલવે લાઇન લાંબી કરવામાં આવશે. રેસિડેન્ટલ સ્કૂલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

આમ આદમી પાર્ટીનો ઉમેદવાર
આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુન રાઠવાએ કહ્યું છેકે અહી એસએસપી મુખ્ય મુદ્દો હોવાના કારણે જે લોકોએ પોતાની જમીન ગુમાવી છે તેમના રીસેટલમેન્ટનો મુદ્દો મુખ્ય છે. છોટા ઉદેપુર, કવાંટ, પાવી જેતપુર અને નસવાડી સહિત અને વિસ્તારોને એસટીના સર્ટિફિકેટ મળ્યા નથી.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ
આ બેઠક પર આદિવાસી મતદાતાઓની સંખ્યા વધારે છે. કુલ મતદાતાઓમાં 55 ટકા આદિવાસી, 12 ટકા ઓબીસી, 8 ટકા મુસ્લિમ અને 3 ટકાની આસપાસ એસસી મતદાતાઓ છે.

પરિણામ પર એક નજર
1977
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 170343
બીએલડી- મનહરભાઇ રાઠવા- 129220
તફાવતઃ- 41123
1980
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 209984
જનતા પાર્ટીઃ- મોહનસિંહ રાઠવા- 137501
તફાવતઃ- 72483
1984
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 222414
જનતા પાર્ટીઃ- ભિમસિંહ કોલિઢોર- 110427
તફાવતઃ- 111987
1989
જનતાદળઃ- નારણસિંહ રાઠવા- 228521
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 207220
તફાવતઃ- 21301

પરિણામ પર એક નજર
1991
જનતાદળઃ- નારણસિંહ રાઠવા- 173809
ભાજપઃ- ભીખુભાઇ રાઠવા- 129722
તફાવતઃ- 44087
1996
કોંગ્રેસઃ- નારણસિંહ રાઠવા- 172216
ભાજપઃ- અર્જુનસિંહ રાઠવા- 114310
તફાવતઃ- 57906
1998
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 279867
ભાજપઃ- રામસિંહ રાઠવા- 218852
તફાવતઃ- 61015

પરિણામ પર એક નજર
1999
ભાજપઃ- રામસિંહ રાઠવા- 248970
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 247772
તફાવતઃ- 1198
2004
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 246855
ભાજપઃ- રામસિંહ રાઠવા- 210616
તફાવતઃ- 36239
2009
ભાજપઃ- રામસિંહ રાઠવા- 353534
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 326536
તફાવતઃ- 26998
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
