સાબરકાંઠાઃ ‘વણઝારા’ વાઘેલાનો વાર કે પછી ‘દીપી’ ઉઠશે દીપસિંહ!

Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી માટે મતદાન થવાને હવે બહુ સમય બાકી નથી. 17 દિવસ બાદ ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે. જ્યાંના મતદાતાઓ પોતાના વિસ્તારના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જેવો દેખાવ કરી શકે છે, તેવો દેખાવ લોકસભાની ચૂંટણીમાં જોવા મળતો નથી, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે ભાજપના પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાથી તથા દેશભરમાં જે ભાજપ અને મોદીની લહેર જોવા મળી રહી છે, ત્યારે 2009ની જેમ આ વખતે પણ જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકી શકે છે.

વાત સાબરકાંઠા બેઠકની કરવામાં આવે તો ભાજપ દ્વારા દીપસિંહ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તો તેમની સામે કોંગ્રેસના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા છે. દીપસિંહ રાઠોડને મોદીની લહેરની મદદ મળી શકે છે, તેમ છતાં બીજી તરફ કોંગ્રેસના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા છે, જે પોતાના દમ પર બેઠક જીતવાનું સામર્થ્ય ધરાવે છે અને ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો પણ 1951થી 1967 સુધી આ બેઠક કોંગ્રેસની પકડમાં હતી. બાદમાં આ બેઠક ક્યારેક સ્વતંત્ર તો ક્યારેક કોંગ્રેસના હાથમાં રહી.

1991માં આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, પરંતુ 1996થી 2004 સુધી ફરી આ બેઠક પર કોંગ્રેસ વિજયી બન્યું આમ ચાર ટર્મ સુધી આ બેઠક કોંગ્રેસના હાથમાં હતી. 2009માં કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને ભાજપના મહેન્દ્ર સિંહ ચૌહાણે 17160ની લીડથી હરાવ્યા હતા, જેને લઇને બની શકે કે આ વખતે ભાજપે દીપસિંહ રાઠોડ પર દાવ ખેલ્યો હોય. આ બેઠક કોંગ્રેસના ફાળે જશે કે ભાજપના તે 16 મેના રોજ માલુમ પડી જશે. ચાલો તસવીરો થકી આ બેઠક અંગે વિસ્તારથી જાણીએ.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" title="પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી" />પોરબંદર ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મેહસાણા પાટણ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે કહ્યું છેકે, અહી કેન્દ્રીય પ્રોજેક્ટ અથવા તો ઉદ્યોગપતિ નથી, મારી પહેલી પ્રાથમિકતા આવા પ્રોજેક્ટ આ વિસ્તારમાં લાવવાની અને યુવાનોને રોજગારી પૂર્ણ પાડવાની રહેશે. નર્મદા ડેમની ઉંચાઇ વધારવા અંગે પણ કેન્દ્ર સરકાર પર દબાણ કરવામાં આવશે જેથી તેનું પાણી અહીના વિસ્તારોને મળી શકે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા કહે છેકે ઓબીસી, ખેડૂતો અને આદિવાસીઓ સાથે ભાજપ સરકારમાં પક્ષપાત કરવામાં આવે છે. હું આ પક્ષપાતને દૂર કરવામાં અને સરખો વિકાસ કરવાની દિશામાં કાર્ય કરીશ. તેમજ રેલવે અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મારી પહેલી પ્રાથમિકતા રહેશે. શંકરસિંહ વાઘેલા અંગે વાત કરવામાં આવે તો તેઓ ગાંધીનગર, પંચમહાલ, ગોધરા, કપડવંજ પરથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને આ વખતે તેઓ સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

‘આપ'ના ઉમેદવાર

‘આપ'ના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવર સોંલકી કહે છેકે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ વિસ્તારમાં સારા રસ્તાઓ નથી. પીવાના પાણીની સુવિધાઓ ઓછી છે. આ વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ અને પીવાના પાણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

કઇ જ્ઞાતિમાં કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિમાં કેટલા મતદાતાઓ

જ્ઞાતિ અંગે વાત કરવામાં આવે તો અહી 80 ટકા મતદાતાઓ ઓબીસીના છે, ઠાકોર જ્ઞાતિના 31 ટકા અને ત્યારબાદ આદિવાસી મતદાતાઓ આવે છે. બન્નેને ભેગા કરીને જોઇએ આ બન્ને જ્ઞાતિના 48 ટકા મતદાતાઓ છે. જ્યારે પટેલ મતદાતાઓની સંખ્યા 8થી 9 ટકાની આસપાસ છે.

વર્ષાનુસાર દેખાવ

વર્ષાનુસાર દેખાવ

1951
કોંગ્રેસઃ-ગુલઝારીલાલ નંદા-106048
અપક્ષઃ- મહારાજ હિંમતસિંહજી-83674
તફાવતઃ- 22374

1957

કોંગ્રેસઃ-ગુલઝારીલાલ નંદા-88912
અપક્ષઃ- અમૃતલાલ બારોટ- 81473
તફાવતઃ- 7439

1962
કોંગ્રેસઃ- ગુલઝારીલાલ નંદા-129468
સ્વતંત્રઃ- પશાભાઇ પટેલ-104859
તફાવતઃ- 24609

1967
સ્વતંત્ર-સીસી દેસાઇ- 151011
કોંગ્રેસઃ- પીકે જેપી- 106212
તફાવતઃ- 44799

વર્ષાનુસાર દેખાવ

વર્ષાનુસાર દેખાવ

1971
એનસીઓ- ચંદુલાલ દેસાઇ-137159
કોંગ્રેસઃ- ગોપાલદાસ પટેલ- 122781
તફાવતઃ- 14378

1977
બીએલડી-એચએમ પટેલ- 164502
કોંગ્રેસઃ- રાજેન્દ્રસિંહ દલજીતસિંહજી-126440
તફાવતઃ- 38062

1980
કોંગ્રેસઃ- શાંતુભાઇ પટેલ- 202194
જનતાપાર્ટીઃ- એચએમ પટેલ- 122895
તફાવતઃ- 79299

વર્ષાનુસાર દેખાવ

વર્ષાનુસાર દેખાવ

1984
જનતાપાર્ટીઃ-એચએમ પટેલ- 208477
કોંગ્રેસઃ- શાંતુભાઇ પટેલ- 201718
તફાવતઃ- 6759

1989
જનતાદળઃ- મગનભાઇ પટેલ-286947
કોંગ્રેસઃ- તરણા ગુર્જર- 183491
તફાવતઃ- 103456

1991
ભાજપઃ- અરિવંદ ત્રિવેદી(લંકેશ)-168704
જનતાદળઃ- મગનભાઇ પટેલ-132286
તફાવતઃ- 36418

વર્ષાનુસાર દેખાવ

વર્ષાનુસાર દેખાવ

1996
કોંગ્રેસઃ- નિશા ચૌધરી- 223754
ભાજપઃ- અરવિંદ ત્રિવેદી(લંકેશ)-183143
તફાવતઃ- 40611

1998
કોંગ્રેસઃ- નિશા ચૌધરી-288752
ભાજપઃ- કનુભાઇ પટેલ-278886
તફાવતઃ- 9866

1999
કોંગ્રેસ- નિશા ચૌધી-334565
ભાજપઃ- કનુભાઇ પટેલ- 320189
તફાવતઃ- 14376

વર્ષાનુસાર દેખાવ

વર્ષાનુસાર દેખાવ

2004
કોંગ્રેસઃ- મધુસુદન મિસ્ત્રી- 316483
ભાજપઃ- રમિલાબેન બારા-276555
તફાવતઃ- 39928

2009
ભાજપઃ- મહેન્દ્રસિંહ ચૌહાણ-337432
કોંગ્રેસઃ- મધુસુદન મિસ્ત્રી-320272
તફાવતઃ- 17160

English summary
lok sabha election analysis of sabarkantha constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X