• search

મોદીને ગુજરાતનો અનુભવ કામ લાગશેઃ કેશુબાપા

ગાંધીનગર, 30 એપ્રિલઃ લોકસભા ચૂંટણી 2014 માટે આજે સાતમા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે અને પોતાના વિસ્તાર માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરશે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 15 ટકાની આસપાસ મતદાન નોંધાયું છે. આ તકે કેશુભાઇ પટેલે કહ્યું છેકે, આ વખતે કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે, ભાજપને ફાયદો થશે પણ કદાચ પૂર્ણ બહુમત નહીં મળે.

જે રીતે દેશભરમાં એક મોહાલ ઉભો કરવામાં આવ્યો છે, તેને લઇને દેશના યુવાનોથી માંડીને વયોવૃદ્ધ મતદાતાઓમાં એક મજબૂત સરકાર લાવવા અને દેશને સાચી દિશામાં લઇ જાય તે માટેની જાગૃતિ મતદાન મથકે જોવા મળી રહી છે. ગુજરાતની 26 બેઠકો અંગે વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ બેઠક ખાતે મતદાન થઇ રહ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કોણે શું કહ્યું.

કેશુભાઇ પટેલ

કેશુભાઇ પટેલ

કેશુભાઇ પટેલે કહ્યું કે, દેશમાં મોદીની લહેર જોવા મળી રહી છે, જે લોકો એવું કહે છે કે મોદીની લહેર નથી તે ખોટું છે. તેમને આવં કહેવાની એટલા માટે જરૂર પડી, કારણ કે દેશમાં મોદી લહેર છે. લોકસભામાં ભાજપ છવાઇ જશે, તેને પૂર્ણ બહુમત કદાચ ના મળે, પરંતુ દેશમાં સરકાર એનડીએની બનશે. મોદીને વડાપ્રધાન તરીકે ગુજરાતનો તેમનો અનુભવ કામે લાગશે. મોદીની સભામાં જે ભીડ દેખાય છે, તે પહેલા પણ તેમની સભામાં જોવા મળતી હતી, ચૂંટણી દરમિયાન થોડીક વધારે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ભાજપને લઇને સારો માહોલ જોવા મળી રહ્યો છે.

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ કહ્યું છેકે ભાજપે જે પ્રકારનું જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું છે, તેનો જવાબ ગુજરાતની જનતા આપશે. ટીવીમાં ભાજપનો પ્રચાર જોઇને ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ પર દુઃખી છેકે કેટલી હદે ખોટું બોલવામાં આવી રહ્યું છે. ભાજપ આ વખતે જે પ્રકારનો વાણી વિલાસ કરી રહ્યો છે, તે અયોગ્ય છે.

મધુસુદન મિસ્ત્રી

મધુસુદન મિસ્ત્રી

લોકશાહી પ્રક્રિયા વધુને વધુ મજબૂત બનતી ગઇ છે. સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમનો પક્ષ ક્યાંકને ક્યાંક આગળ વધશે, મધુભાઇ મિસ્ત્રીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

મે મારો સમય ફાળવ્યો છે તેવી રીતે તમે પણ સમય ફાળવીને મતદાન કરો. દેશના ભવિષ્ય માટે ઘણું જ અગત્યનું પગલું છે તેથી મતદાન કરો. જે પ્રકારે મારો રોલ હતો કે લોકોમાં જાગૃતિ લાવવી માટે મારે એ રોલ પૂર્ણ કરવા માટે હું અહી વોટિંગ કરવા આવ્યો છે. ભારત માટે કંઇક યોગદાન આપી રહ્યો છું.

English summary
lok sabha election voting in gujarat who said what
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more