લોકસભા ચૂંટણીઃ મોદીના ગઢમાં 30મી એપ્રિલે મતદાન

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 5 માર્ચઃ મુખ્ય ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી માટે મતદાન કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. આ વખતે ગુજરાતમાં માત્ર એક જ તબક્કે મતદાન થનારું છે. જ્યારે મત ગણતરી 16મે કરવામાં આવશે.

lok-sabha-election-voting
લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખોની જાહેરાત નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિવિધ રાજ્યોમાં ક્યારે અને કેટલા ચરણમાં મતદાન થશે એ અંગે જણાવાયું છે. દેશભરમાં કુલ 9 ચરણોમાં જ્યારે કાશ્મીરમાં 5 ચરણોમાં મતદાન કરવામાં આવશે. ગુજરાત અંગે વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણી 30 એપ્રિલે એક જ તબક્કામાં ઉજવાશે. રાજ્યમાં 9મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, 30મી એપ્રિલે મતદાન કરવામાં આવશે અને 16મી એપ્રિલે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે

નોંધનીય છે કે, આ પહેલાં 2004માં જ્યારે લોકસભાની ચૂંટણી થઇ હતી ત્યારે 20 એપ્રિલે થઇ હતી અને 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણી માટે 30 એપ્રિલે જ મતદાન થયું હતું.

English summary
lok sabha election voting in one phase in gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.