For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા પર રાજનીતિ ગરમાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા પર રાજનીતિ ગરમાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ મોટો આરોપ લગાવતા પુલવામાં હુમલાને એક ષડયંત્ર ગણાવ્યું છે. તેમને આરોપ લગાવ્યો છે કે ભાજપા ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લેતી રહી છે. શંકરસિંહ વાઘેલાના આ નિવેદન પછી ભારતની રાજનીતિ ગરમાઈ શકે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પછી, ગુજરાતને જળ સંકટનો સામનો કરવો પડશે, ડેમમાં પાણી ઓછું

પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા

પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર હતું. એનસીપી નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં હુમલામાં આરડીએક્સ લઇ જવા માટે જે ગાડીનો ઉપયોગ થયો હતો, તેનું રજીસ્ટ્રેશન નંબર ગુજરાતનું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ગોધરા પણ ભાજપનું જ ષડયંત્ર હતું.

બાલાકોટમાં કોઈ નથી મર્યું: શંકરસિંહ વાઘેલા

બાલાકોટમાં કોઈ નથી મર્યું: શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા ઘ્વારા બાલાકોટ એર સ્ટ્રાઇકને પણ સમજી વિચારીને કરેલું ષડયંત્ર ગણાવ્યું. તેમને કહ્યું કે બાલાકોટમાં કોઈ નથી મર્યું. કોઈ પણ ઇન્ટરનેશનલ એજેન્સી આ સાબિત નથી કરી શકી કે ત્યાં 200 આતંકીઓ માર્યા ગયા છે. વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં અંગે ખુફિયા સૂત્રો ઘ્વારા મળેલી જાણકારી છતાં પણ કોઈ પગલાં નહીં લેવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે જો બાલાકોટ અંગે પહેલાથી જ જાણકારી હતી તો આ કેમ્પ પર પહેલા જ કોઈ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી.

ભાજપનું ગુજરાત મોડલ ખોટું: શંકરસિંહ વાઘેલા

ભાજપનું ગુજરાત મોડલ ખોટું: શંકરસિંહ વાઘેલા

ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપનું ગુજરાત મોડલ ખોટું છે, રાજ્ય ઘણી મુસીબતનો સામનો કરી રહ્યું છે. ભાજપા નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ છે.

English summary
Shankersinh Vaghela says Pulwama attack was BJP's conspiracy just like Godhra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X