For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ કચ્છ વિશે, 6 ટર્મથી છે ભાજપનો કબ્જો

કચ્છ લોકસભા સીટ પર છેલ્લી 6 ટર્મથી ભાજપનો કબ્જો છે, કોંગ્રેસે આ સીટ પર જીતવા માટે ફાફાં મારવાં પડી શકે છે. વધુ જાણો આ સીટ વિશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પશ્ચિમ દિશામાં આવેલ લોકસભા સીટ કચ્છ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય રહી છે. કચ્છ સીટ પર ભાજપની 7મી ટર્મ ચાલી રહી છે અને છેલ્લી સતત 6 ટર્મથી આ સીટ પર ભાજપના ઉમેદવાર જ બાજી મારવામાં સફળ રહ્યા છે. જ્યારે કુલ 8 ટર્મ સુધી કોંગ્રેસ આ સીટ પર જીત હાંસલ કરી ચૂકી છે. જ્યારે સ્વતંત્ર પાર્ટી એક વખત અને જનતા પાર્ટીના ઉમેદવાર 1 વખત આ સીટ પરથી ચૂંટાયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર ડૉ. દિનેશભાઈ પરમાર વચ્ચે ટક્કર થઈ હતી. લોકસભા 2014માં આ સીટ પર ભાજપનો વોટશેર 8.82 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 5.39 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 39 વર્ષીય ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની 5,62,855 જેટલા જંગી વોટથી જીત થઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પરમારે 3, 08, 373 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

કચ્છ સીટ પર સાંસદ ચાવડા વિનોદની આ પહેલી ટર્મ હતી. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદમાં કુલ 7 ડિબેટમાં ભાગ લીધો હતો, જો કે તેમણે એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં. સંસદમાં તેમણે કુલ 217 પ્રશ્નો પૂછ્યા હતા. સદનમાં ચાવડા વિનોદભાઈને 83 ટકા હાજરી રહી.

તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો

જો કચ્છના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952માં આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ચૂંટાઈ આવ્યા હતા, જો કે તેઓ પોતાની ટર્મ પૂરી ન કરી શક્યા હોય 1952માં ફરી કચ્છ સીટ પર પેટાચૂંટણી થઈ અને ફરીથી કોંગ્રેસના ઉમેદવા ભવનજીભાઈ અરજણભાઈ ખિમજી ચૂંટાઈ આવ્યા હતા, જેઓ બે ટર્મ સુધી ચૂંટાયા હતા. 1962માં પહેલી વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર હિંમતસિંહજી આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. 1967માં કોંગ્રેસના ઉમેદવાર તુલસીદાસ શેઠ અને 1971માં કોંગ્રેસના ઉમેદવાર મહિપતરાય મેહતા ચૂંટાઈ આવ્યા હતા. 1977માં જનતા પાર્ટીના ઉમેદવાર અનંત દવેએ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. 1980માં કોંગ્રેસના ઉમેદવાર મહિપતરાય મેહતા બીજી વખત કચ્છ લોકસભા સીટ પરથી ચૂંટાયા હતા. જ્યારે 1984માં પહેલી વખત કચ્છને મહિલા સાંસદ મળ્યાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઉશાબેન ઠાકર જંગી બહુમતીથી ચૂ્ંટાઈને આવ્યાં. કચ્છ સીટ પર ભાજપે 1989માં ખાતું ખોલ્યું જ્યારે ભાજપના ઉમેદવાર બાબુભાઈ શાહ સાંસદ તરીકે ચૂંટાયા. આ સીટ પર છેલ્લે 1991માં કોંગ્રેસના ઉમેદવાર હરિલાલ નાનજી પટેલની જીત થઈ હતી ત્યાર પછીથી અત્યાર સુધી સતત ભાજપના ઉમેદવાર જ ચૂંટાતા આવ્યા છે. 1996થી સતત 4 ટર્મ સુધી એટલે કે 2004 સુધી ભાજપના પુષ્પદાન ગઢવી આ સીટ પરથી ચૂંટાયા. 2009માં ભાજપના પૂનમબેન જાટ અને 2014માં ભાજપના વિનોદ ચાવડા કચ્છ સીટ પરથી ચૂંટાઈ આવ્યા.

હવે જો કચ્છ સીટ પરના મતદાતાઓની વાત કરીએ તો લોકસભા 2014માં કુલ 1,533,782 નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 806,343 અને મહિલા મતદાતા 727,439 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 520,905 પુરુષ મતદાતાઓ અને 425,335 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 946,240 મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે કચ્છ લોકસભા મતવિસ્તારની વસતી 2,454,299 છે જેમાંથી 59.90% વસ્તી ગ્રામીણ જ્યારે 40.10% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 11.52 ટકા એસસી અને 1.06 ટકા એસટી મતદાતાઓ છે.

આ પણ વાંચો- મેરઠમાં આજે પીએમ મોદીની રેલી, પ્રિયંકા જશે રાયબરેલી

English summary
lok sabha elections 2019: what is mood of kachchh lok sabh seat, read a report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X