Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: મોદીએ કહ્યું- દેશમાં ફરી એકવાર ભાજપ સરકાર બનવા જઈ રહી છે

Live: મોદીએ કહ્યું- દેશમાં ફરી એકવાર ભાજપ સરકાર બનવા જઈ રહી છે

નવી દિલ્હીઃ રાજકીય હુમલાઓ અને ટિકાઓને લઈ મચેલા ઘમાસાણ વચ્ચે દેશના રાજકારણની હવાએ હવે સ્પીડ પકડી છે. પીએમ મોદી ગુરુવારે મેરઠમાં રેલી દ્વારા પોતાના ચૂંટણી અભિયાનને ધાર આપશે ત્યારે પ્રિયંકા ગાંધી પણ આજે રાયબરેલીના પ્રવાસ પર જશે. વેસ્ટ યૂપીમાં થનાર પીએમ મોદીની આ રેલીને લઈ ભાજપ જોર-શોરથી તૈયારીઓ કરી રહ્યું છે. બીજી બાજુ સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરી પીએમ મોદી પર હુમલો બોલતા કહ્યું કે વિપક્ષ પર સતત આરોપ લગાવવા એ ભાજપની હતાશાનું પ્રતીક છે. અહીં વાંચો લોકસભા ચૂંટણીની પળેપળની લાઈવ અપડેટ.

narendra modi

Mar 28, 2019, 1:21 pm IST

મેરઠની રેલીમાં બોલ્યા પીએમ મોદી- આજે જ્યારે આપણે નવા ભારતનો સંકલ્પ લઈ રહ્યા છીએ તો પછી તે કમળ થકી જ આપણે બધાએ એકઠા થઈ આગળ વધવાનું છે.
Mar 28, 2019, 1:20 pm IST

1857માં સંગ્રામમાં જન-જાગરણ માટે કમળનું ફૂલ અને રોટલીનો પ્રયોગ કર્યો હતો, કમળને રાષ્ટ્રીયતાના પ્રતિકના રૂપમાં પ્રસારિત કરવામાં આવ્યું હતુંઃ પીએમ મોદી
Mar 28, 2019, 1:20 pm IST

કોંગ્રેસનું 72 વર્ષનું કામ ખુદ પોકારી પોકારીને જૂબાની આપી રહ્યું છે, ગરીબોને દગો આપવા માટે, ગરીબોને ગરીબ બનાવી રાખવા માટે કોંગ્રેસે જે જે પૈંતરા અપનાવ્યા છે, તે ગણાવવા લાગું તો આખો દિવસ નીકળી જાયઃ મોદી
Mar 28, 2019, 1:20 pm IST

સપા, આરએલડી અને બસપા એટલે દારૂ, તમે લોકો દેશ માટે, પોતાના માટે આ દારૂથી બચો, આ દારુ દેશ બર્બાદ કરી દેશેઃ પીએમ મોદી
Mar 28, 2019, 1:20 pm IST

બાળપણથી ગરીબી હટાવોના નારા સાંભળી રહ્યો છું, કોંગ્રેસે ગરીબો સાથે ગદ્દારી કરી, કોંગ્રેસને હટાવો, ગરીબી ખુદ જ હટી જશેઃ મોદી
Mar 28, 2019, 1:20 pm IST

ચૌધરી ચરણ સિંહને પીએમ મોદીથી હટાવવામાં કોંગ્રેસની ભૂમિકા હતી, દીનબંધૂ સર છોટૂરામને પણ કોંગ્રેસે સન્માન ન આપ્યુંઃ પીએમ મોદી
Mar 28, 2019, 1:20 pm IST

અમારી સરકારમાં રેપિડ રેલથી મેઠને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, પહેલાની સરકારની નિયત ઠીક હોત તો આ બહુ પહેલા થઈ ચૂક્યું હોતઃ પીએમ મોદી
Mar 28, 2019, 1:20 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોદીનો પ્રહાર, કહ્યું કે કેટલાક લોકોની બુદ્ધિમાની પર હસવું જોઈએ કે રોવું તે સમજમાં નથી આવતું, કેટલાક લોકોએ એ-સેટને થિયેટર સમજ્યું
Mar 28, 2019, 1:20 pm IST

યુપી હવે જાતિઓમાં નહિ વહેંચાય, પાછલી ચૂંટણીમાં બે છોકરાઓનો ખેલ જોયો, બે છોકરાઓથી હવે બુઆ-બબુઆ સુધી પહોંચી ગયાઃ પીએમ મોદી
Mar 28, 2019, 1:13 pm IST

વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે દેશને પાકિસ્તાનનો હીરો જોઈએ કે ભારતનો, તમારે સબૂત જોઈએ કે ભારતના સપૂત, આજે પાકિસ્તાનના હીરો બનવાની રેસ લાગી છેઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:29 pm IST

જમીન હોય, આકાશ હોય કે પછી અંતરિક્ષ, સર્જિકલ સ્ટ્રાઈકનું સાહસ તમારા આ ચોકીદારની સરકારે જ દેખાડ્યું છેઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:28 pm IST

અમારી સરકારે ગરીબ પરિવારોને પાક્કાં ઘર આપ્યા, શૌચાલય આપી ભાઈ-બહેનોને ઈજ્જત આપી, સામાન્ય વર્ગના ગરીબોને આરક્ષણ આપ્યુંઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:28 pm IST

આ ચોકીદારે ગરીબોનાં ખાતાં ખોલાવ્યાં, દેશના ગરીબ ખેડૂતોની મદદ કરી, આ ચોકીદારે OROPની સૈનિકોને ભેટ આપીઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:24 pm IST

આ સંકલ્પોને સિદ્ધ કરનારી સરકાર છે, આ સરકારે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ દેખાડ્યું છેઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:23 pm IST

ચોકીદાર છું હું, કોઈ જોડે અન્યાય નહિ કરું, મારા પાંચ વર્ષના કામનો પૂરો હિસાબ આપીશ અને બીજાઓના કામનો હિસાબ પણ લઈશઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:22 pm IST

આ ચૌધરી ચરણ સિંહના સંઘર્ષોનું ક્ષેત્ર છે, હું તેમને નમન કરું છું, ચૌધરી ચરણ સિંહે દેશના ખેડૂતોની લડાઈ લડી છેઃ પીએમ મોદી
Mar 28, 2019, 12:22 pm IST

બદાયૂમાં ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યાની લલકાર, કહ્યું- તમને પરેશાન કરવા કોઈ ગુંડો આવ્યો તો તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ
Mar 28, 2019, 12:20 pm IST

મેરઠ રેલીને સંબોધતા બોલ્યા પીએમ મોદી- દેશ નક્કી કરી ચૂક્યો છે, ફરી એકવાર બનશે ભાજપ સરકાર
Mar 28, 2019, 12:19 pm IST

મેરઠમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મારા કામનો હિસાબ આપીશ અને બીજાઓના કામનો હિસાબ માંગીશ
Mar 28, 2019, 10:17 am IST

પીએમ મોદીના સંદેશને લઈ બસપા સુપ્રીમો માયાવતીએ પ્રહાર કર્યો, કહ્યું- આ ચૂંટણી લાભ હેતુ સરકારી તંત્રનો દુરુપયોગ છે.
Mar 28, 2019, 10:14 am IST

સપા મુખ્યા અખિલેશ યાદવે ટ્વીટ કરી પીએમ મોદી પર પ્રહાર કર્યો, કહ્યું- વિપક્ષ પર સતત આરોપ લગાવવા ભાજપની હતાશાનું પ્રતિક છે.
Mar 28, 2019, 10:13 am IST

ચૂંટણી આયોગ સામે પોલીસ અધિકારી પર ખોટા આરોપ લગાવવા પર વાઈએસઆરસીપીના સાંસદ વી વિજયસાઈ રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ દાખલ
Mar 28, 2019, 10:12 am IST

યૂપીના મેરઠમાં પીએમ મોદીની રેલી આજે, નેશનલ હાઈવે 58 પર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો, ભારે વાહનો નેશનલ હાઈવે 58થી મેરઠ નહિ જઈ શકે.
Mar 28, 2019, 10:11 am IST

આજે રાયબરેલીના પ્રવાસ પર જશે પ્રિયંકા ગાંધી, બુધવારે અમેઠીમાં લોકો સાથે કરી હતી મુલાકાત, 29ના રોજ પ્રિયંકા ગાંધી જશે અયોધ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X