કાઠમંડૂ લઇ જઇ નારાયણ સાંઇ બાંધ્યો હતો અપ્રાકૃતિક યૌન સંબંધ

સુરત, 7 ઓક્ટોબર: ધર્મ અને આદ્યાત્મના સફેદ ચોળા વચ્ચે લચ્છેદાર વાતોના સહારે તો ક્યારેક અજીબો-ગરીબ બિમારીનું બહાનું બનાવીને પિતા આસારામને જેલમાંથી આઝાદ કરવા માટે મથામણ કરી રહેલા નારાયણ સાંઇ પોતે ખરાબ રીતે ફસાઇ ગયા છે.

આ ગંભીર આરોપો એક તરફ જેલમાં બંધ આસારામની મુશ્કેલીઓ વધારી શકે છે તો નારાયણ સાંઇને જેલના સળીયા પાછળ પહોંચાડી શકે છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ બંને બહેનોમાંથી એકને આસારામે અને બીજીને નારાયણ સાંઇએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. મોટી બહેનના જણાવ્યા અનુસાર આસારામે અમદાવાદના મોટેરા આશ્રમમાં તેની સાથે 2001 થી 2007 દરમિયાન ઘણી બળાત્કાર ગુજાર્યો હતો. તો બીજી તરફ નાની બહેને ફરિયાદ દાખલ કરાવી છે કે નારાયણ સાંઇએ ઘણા સ્થળોએ બળાત્કાર અને શારીરિક શોષણ કર્યું છે.

narayan-sai-rape-case

જે સ્થળ પર પોતાની સાથે બળાત્કાર અને શારીરિક શોષણનો આરોપ નાની બહેને લગાવ્યો છે, તેમાં સુરતના જહાંગીરપુરા આશ્રમ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ આશ્રમ પટના આશ્રમ, કાઠમંડૂ આશ્રમ અને મધ્યપ્રદેશના મેધનગર આશ્રમ છે. નાની બહેનના જણાવ્યા અનુસાર નારાયણ સાંઇએ તેની સાથે અપ્રાકૃતિક યૌન વ્યવહાર પણ કર્યો છે. નાની બહેન 22002 થી 2004 સુધી આશ્રમમાં સાધક તરીકે જોડાયેલી હતી. ત્યારે હાલમાં સમાચાર આવ્યા છે કે નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ગમે તે સમયે તેમની ધરપકડ થઇ શકે છે જેથી તે દેશ છોડીને ભાગી ના શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X