For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લમ્પી વાઇરસે ભાજપની નકલી ગૌ ભક્તિની પોલ ખોલી નાખીઃ કોંગ્રેસ

રાજ્યમાં પશુધન પર લમ્પી સ્કીન વાઇરસે ભરડો લીધો છે. સેંકડો પશુઓ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં પશુધન પર લમ્પી સ્કીન વાઇરસે ભરડો લીધો છે. સેંકડો પશુઓ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે, આ પશુ ધનને વાઇરસથી બચાવવાની કામગીરીમાં તંત્ર લાગી ગયુ છે. ત્યારે, તંત્રની કામગીરી અને સરકાર સામે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતુ કે, ૭.૩૪ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી, ૧.૦૫ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩.૪૫ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨.૫૯ પશુધન પર માત્ર એક એટેંડન્ટ છે, ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે બચશે ગાયમાતા.

Lumpy virus

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ડોક્ટરો - પેરામેડીકલ સ્ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્યા તેવી જ રીતે લમ્પી વાયરસમાં સારવારના અભાવે ગાયમાતા મુગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જીલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની ૨૯૦ જગ્યાઓ ખાલી છે. પટાવાળા કમ એટેંડન્ટની ૨૯૪ જગ્યા ખાલી છે. રાજ્યમાં ૯૬.૩૪ લાખ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્સક અધિકાર છે.

રાજ્યના ગીર સોમનાથ, પોરબંદર, ડાંગ, નર્મદા, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર જીલ્લાઓમાં પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્છમાં ૨૦,૦૦૦ થી વધુ ગાયમાતાના મોત થયાની વિગતો સામે આવી છે.

આ લમ્પી વાઇરસે ભાજપની ગૌમાતા પ્રત્યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી હોવાના ચાબકા કોંગ્રેસે માર્યા હતા. તાયફાઓ કરવામાં જોર જોરથી ગાયમાતાનું નામ લેવાનું પરંતુ જ્યારે ગાયમાતા ખરેખર તકલીફ છે ત્યારે નકલી હિંદુત્વવાળી ભાજપ સરકારનો ચાલ-ચલન, ચહેરો અને ચરિત્ર ગુજરાતના નાગરિકો સામે ખુલ્લો પડી ગયો છે. ત્યારે, કોંગ્રેસે સરકાર સમક્ષ પશુ દવાખાનામાં ખાલી પડેલ જગ્યા તાકીદે ભરે, રાજ્યમાં લમ્પી વાયરસને કારણે મોતને ભેટેલ ગાયમાતા, પશુધનના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને લમ્પી વાયરસથી પશુધનને બચાવવા માટે વાસ્તવિક પગલા લે તેવી માંગ કરી છે.

English summary
Lumpy virus exposes BJP's fake cow worship: Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X