For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહા ચક્રવાતઃ ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ, 24 કલાકમાં દિલ્હી-હરિયાણામાં ખાબકશે વરસાદ

મહા ચક્રવાતઃ ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ, 24 કલાકમાં દિલ્હી-હરિયાણામાં ખાબકશે વરસાદ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં ઉઠેલ ચક્રવાતી તોફાન 'મહા' 6-7 નવેમ્બરની રાત્રે પોતાની સાથે આંધી-વરસાદ લાવ્યું. ગુજરાતના 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થયો. હાલ તોફાન પોરબંદરથી 100 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. જે 7 નવેમ્બરે ગુજરાતના કાંઠે પહોંચે તેવી આશંકા હતી, પરંતુ ગતિ ધીમી પડવાને કારણે મોડું પહોંચશે. હાલ હવામાન વિભાગે એમ પણ કહ્યું કે સમુદ્ર તરફથી 150-180 કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. ચક્રવાત મહા દીવથી થઈ પસાર થશે, તેની પહેલા જ 1500 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

24 કલાકમાં દિલ્હી-હરિયાણામાં વરસાદ થશે

24 કલાકમાં દિલ્હી-હરિયાણામાં વરસાદ થશે

હવામાન વિભાગે આગામી 2 દિવસમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશ સહિત 13 રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જ્યારે બંગાળની ખાડીમાં ઉઠેલ ચક્રવાત બુલબુલ પણ 70 કિમીની ઝડપે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે રાત સુધી આ કોલકાતાથી 900 કિમી દૂર હતું.

મહાની સાથે જ બુલબુલ પણ સક્રિય થયું

મહાની સાથે જ બુલબુલ પણ સક્રિય થયું

પશ્ચિમ બંગાળમાં હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રથી સૂચના જાહેર કરવામાં આવી છે કે સાઈક્લોન બુલબુલ એક ભયંકર તોફાન લઈને આગળ વધી રહ્યું છે, જેની ગતિ 140 કિમી પ્રતિ કલાક હોય શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પશ્ચિમ બંગાળના તટીય ક્ષેત્ર તેનાથી વધુ પ્રભાવિત થશે. અહીં આગામી 12 કલાકમાં ભારે વરસાદ, આંધી અને કરાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વર્ષનું 7મું ચક્રવાતી તોફાન

આ વર્ષનું 7મું ચક્રવાતી તોફાન

હવામાન વિભાગના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે, 'બુલબુલ આ વર્ષનું 7મું ચક્રવાતી તોફાન છે. આ ચક્રવાત ભયંકર તોફાનમાં તબદિલ થઈ શકે છે, કેમ કે વિંડસ્પીડ 115થી 125 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી રહ્યું છે. જેની સ્પીડ 140 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં તટીય વિસ્તારોમાં ભારે નુકસાન થશે.' એવામાં રાજ્યમાં માછીમારો અને મર્ચેન્ટ્સને સમુદ્રી વિસ્તારોથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. રાહત-બચાવ બળની ટીમો તહેનાત કરવામાં આવી છે.

8-9 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં ટકરાશે?

8-9 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં ટકરાશે?

હવામાન વિભાગે ગરુવારે સવારે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની ખાડીથી ઉઠેલ ચક્રવાત 9મી નવેમ્બરે ઓરિસ્સા-પશ્ચિમ બંગાળના તટ પર ટકરાય તેવી સંભાવના છે. બપોરે ફરી અપડેટ આપવામાં આવ્યા કે ચક્રવાત ઓરિસ્સા તરફ નથી, બલકે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે.

તોફાન ઓરિસ્સામાં નહિ ટકરાય

તોફાન ઓરિસ્સામાં નહિ ટકરાય

ઓરિસ્સાની સ્પેશિયલ રિલીફ કમિશ્નર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું કે બુલબુલ તોફાન ઓરિસ્સા સાથે નહિ ટકરાય. જો કે ઉત્તરી ઓરિસ્સામાં 9 નવેમ્બર બાદ હળવા વરસાદની સંભાવના છે.

ક્યાં પહોંચ્યું બુલબુલ

ક્યાં પહોંચ્યું બુલબુલ

ગુરુવારે સવારે જણાવવામાં આવ્યું હતું કે બુલબુલ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી 930 કિમી, ઓરિસ્સાના પારાદ્વીપથી 820 કિમી અને અંદામાનના માયા બંદરથી 370 કિમી દૂર છે.

14 જિલ્લામાં અલર્ટ

14 જિલ્લામાં અલર્ટ

હવામાન વિભાગ મુજબ સતર્ક રહેવાની જરૂર છે. જેને પગલે ઓરિસ્સાના 14 જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, માછીમારોને પણ 7 નેમ્બરની સાંજ સુધી પરત ફરવાની ચેતવણી આપી દેવામાં આવી છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ એનડીઆરએફની 17 ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

ભારતીય ડૉક્ટરનો કમાલ, શરીરમાં કાપો માર્યા વિના મહિલાના ગળામાંથી કાઢ્યા 53 પથ્થરભારતીય ડૉક્ટરનો કમાલ, શરીરમાં કાપો માર્યા વિના મહિલાના ગળામાંથી કાઢ્યા 53 પથ્થર

English summary
Maha cyclone: rain hit 15 district of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X