પ્રવાસી સંમેલનઃ મોદીને ભારતીય અમેરિકનોનું સમર્થન

Posted By: Super
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 જાન્યુઆરીઃ ભારતીય અમેરિકન સમુદાયએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સારુ એવું સમર્થન મળ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીના સમર્થકોની સંખ્યા પણ વધી રહી છે. આ જાણકારી શિકાગોના ભારતીય અમેરિકન મોહન એલ જૈને આપી છે.

narendra-modi-support-indian
ભારતીય મૂળના લોકોના સૌથી મોટા સંમેલન પ્રવાસી ભારતીય દિવસના 12માં આયોજનમાં પ્રતિનિધિ તરીકે જૈન ભાગ લેવા પહોંચ્યા છે. મંગળવારે તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, અમે એક મજબૂત નેતાને ભારતમાં સત્તા પર આવતા જોવા માગીએ છીએ. વંશવાદી રાજકારણ ઘણું થઇ ચૂક્યુ, હવે અન્યને પણ શાસન કરવાની તક મળવી જોઇએ, મોદીને ભારતીય અમેરિકનો વચ્ચે વ્યાપક સમર્થન છે.

પરંપરાગત રાજકીય ચલણ વિરુદ્ધ ઉભરેલી આમ આદમી પાર્ટી અંગે તેમને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘આપ'ની વિચારસરણી અત્યંત સારી છે. એક ઝાટકો આપવો ઘણો જ સારો છે. એ ભારત માટે અને આખા દેશ માટે સારુ છે. થોડાક વર્ષો પહેલા કેજરીવાલ શિકાગો ગયા હતા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ હતી અને આપ નેતા પ્રશાંત ભૂષણને પણ મળ્યા હતા. જૈને જણાવ્યું કે તેઓ અણ્ણા હજારેને પણ મળી ચૂક્યા છે અને હજારેના સમર્થક અમેરિકામાં પણ છે.

English summary
There is major support among the Indian American community for BJP's prime ministerial candidate Narendra Modi, while a growing number also support Arvind Kejriwal's Aam Admi Party (AAP), says Indian American Mohan L. Jain from Chicago.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.