પિતાએ 2 કિશોર પુત્રીઓને બે વાર વેચી દિધી

અમદાવાદ, 4 જાન્યુઆરી: એક ચોંકાવનારી ઘટના હેઠળ ગુજરાતમાં એક પિતાએ પૈસાની લાલચમાં પોતાની બે કિશોર પુત્રીઓને બે વખત વેચી દિધી. આ બાળકીની માતા દિવાલ પડી જતાં ઇજાગ્રસ્ત થઇ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતી. માતાની ગેરહાજરીમાં પિતાએ પોતાની 12 અને 14 વર્ષની કિશોર પુત્રીઓને મેરેજ એજેંટના હાથે વેચી દિધી.

આ દુખદ ઘટનાની ખબર ત્યારે પડી જ્યારે આ છોકરીઓની માતા શારદા વસાવાએ અમદાવાદ જિલ્લાના દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ રમેશ વસાવા પર એક વધુ વ્યક્તિ કનુજી ઠાકોરની સાથે મળીને છ મહિનાની અંદર પોતાની કિશોર પુત્રીઓના લગ્ન માટે બે વાર વેચવાનો આરોપ લગાવતાં કેસ દાખલ કરાવ્યો. પોલીસ કનુજી ઠાકોર સહિત કેસમાં આઠમાંથી છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ છોકરીઓના પિતા ફરાર છે.

daughter

ચોથા અને પાંચમું ધોરણ પાસ આ બંને છોકરીઓને પોતાના પિતાની લાલચના લીધે તેમને જે તકલીફ સહન કરવી પડી તેનું દુખ વ્યક્ત કર્યું. મોટી બહેને જણાવ્યું કે 'માતાના હોસ્પિટલમાં ભરતી થયા બાદ પિતા અમને અમારી મોટી બહેનના મહેસાણા જિલ્લા સ્થિત સૂરજ ગામ લઇ જશે. તે તેમણે અમને ઠાકોર પરિવારના છોકરાને વેચી દિધી. મને એક છોકરા સાથે વરમાળા બદલવા માટે કહેવામાં આવ્યું.

માતાએ એફઆરઆઇમાં આરોપ લગાવવામાં આવ્યું છે કે રમેશ અને ઠાકોરે બંને વરરાજાઓએ 40-40 હજાર રૂપિયા લીધા. પછી છોકરીઓને પોતાની સાસરીમાંથી પરત ફરવા માટે કહી દિધું. 15 ડિસેમ્બરના રોજ રમેશ અને ઠાકોરે મોટી પુત્રીને ફરીથી વધુ એક ઠાકોર છોકરા (જેને કન્યા મળી રહી નથી)ને 80 રૂપિયામાં વેચી દિધી. એફઆરઆઇના અનુસાર નાની પુત્રીને 25 ડિસેમ્બરના રોજ (તેના જન્મદિવસે) ફરીથી 80 હજાર રૂપિયામાં વેચી દિધી.

જ્યારે માતાએ પોતાની પુત્રીઓને વેચવા વિશે ખબર પડી તો તેમણે નવસર્જન નામના એક એનજીઓનો સંપર્ક કર્યો જેણે તેમને પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં મદદ કરી. આરોપીઓમાંથી છની ધરપકડ કરવામાં આવી, તેમાં તે લોકો પણ સામેલ છે જેમને બાળલગ્ન કરાવવામાં મદદ કરી હતી.

નવસર્જનની મંજૂલા પ્રદીપે કહ્યું 'તે સમુદાયોમાં લગ્ન માટે છોકરીઓને વેચવી અને ફરીથી વેચવાની ઘટનાઓ વધતી જાય છે જેના માટે કન્યા શોધવી મુશ્કેલ હોય છે. અમે નિર્ણય લીધો છે કે અમે બે મહિના બાદ આ છોકરીઓને સ્કુલમાં એડમિશન કરાવીશું, જેથી તે પોતાના દર્દનાક અનુભવમાંથી બહાર આવી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X