For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનરલ રાવત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારો ઝડપાયો

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુ અંગે તેમના ફેસબુક પેજ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ગુરુવારના રોજ ગુજરાતના 44 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુ અંગે તેમના ફેસબુક પેજ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ગુરુવારના રોજ ગુજરાતના 44 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ માહિતી આપી છે. જો કે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે, તેની અગાઉની પોસ્ટ માટે ધરપકડ કરવામાં આવી છે.

Gujarat News

તેમાં અપમાનજનક ટિપ્પણી પણ કરવામાં આવી હતી, પરંતુ તે ત્યારે પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે એક નવી ટિપ્પણી સામે આવી હતી. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આરોપીની ઓળખ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના રહેવાસી શિવભાઈ રામ તરીકે થઈ છે. જો કે, આપેલ માહિતીમાં જનરલ રાવત સામેની તેમની કથિત ટીપ્પણીઓ વિશે કંઈપણ બહાર આવ્યું નથી.

બુધવારના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત 12 અન્ય લોકો સાથે માર્યા ગયા હતા. આરોપીઓને IPCની કલમ 153 A હેઠળ ધર્મનું અપમાન કરીને અને વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને IPCની કલમ 295 A હેઠળ ધાર્મિક લાગણીઓને ભડકાવવાના ઇરાદા સાથે દૂષિત કૃત્યોમાં શામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આરોપી જનરલ બિપિન રાવત પર કેટલીક અપમાનજનક પોસ્ટ શેર કર્યા બાદ અમારા રડાર પર આવ્યા હતા. તેની ટાઈમલાઈન સ્કેન કરવા પર અમને ખબર પડી કે, તેણે અગાઉ હિંદુ દેવી દેવતાઓ વિશે વાંધાજનક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાની ફેસબુક પર જૂની પોસ્ટમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

કેસ નોંધ્યા બાદ સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓ આરોપી યુવકને તેના વતન અમરેલીથી અહીં લાવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, રામ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવે છે અને વાંધાજનક પોસ્ટ શેર કરીને ચર્ચામાં રહેવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, બુધવાર, 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં IAF Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા ઉપરાંત 12 અન્ય લોકો બોર્ડમાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળે હેલિકોપ્ટરના માત્ર બળેલા ભાગો જ મળી આવ્યા હતા, જ્યારે તેમાં સવાર તમામ 13 લોકો મૃત્યુ પામ્યા હતા, માત્ર એક આર્મી જવાનને બચાવી શકાયો હતો.

English summary
man was arrested for making derogatory remarks against General Rawat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X