કેરી રસિકો આ જાણીને થઈ શકે છે નિરાશ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

પ્રતિકુળ આબોહવા અને ગ્લોબલ વોર્મિગની અસર તાલાલા પંથકમાં માત્ર 15 થી 20 ટકા જ ઉતરશે. વળી  ખેડૂતોને પણ વ્યાપક નુકશાનની ભીતિ લાગી રહી છે. તાત્કાલિક સર્વે કરાવી વળતર ચુકવવા કિશાન સંઘના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવનાર છે જે રીતે ગુજરાતનું વાતાવરણ તાજેતરમાં બદલાું હતું તેમજ આવનારા સમયમાં પણ વાતાવરણ બદલાય તો કેસર કેરીના પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે આ અહેવાલને પગલે કેરી રસિકો થોડા નિરાસ થયા છે કારણ કે ઉનાળામાં ગુજરાતમાં લોકો કેરીની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે અને ગુજરાતની કેરી પ્રિયતા એટલી બધી છે કે સિઝન દરમિયાન ઘણા લોકો તો સવાર સાંજ કેરી અને તેના રસ સિવાય બીજી કોઈ વસ્તુ ખાવાની પસંદ નથી કરતા . હવે કેરી જ્યાં આટલી લોકપ્રિય હોય ત્યાં કેરીનો ઓછો પાક થવાના અહેવાલ નિરાસાજનક છે. 

mango

તાલાલા તાલુકાની આબાદી અને સમૃધ્ધીમાં જેનું મહત્વનું યોગદાન છે. તે તાલાલા પંથકનું જગપ્રસિધ્ધ અમૃતફળ કેસર કેરીનો પાક છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ ભોગ બને છે. આ વર્ષે કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોય તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિશાનો દયાજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે તાલાલા તાલુકાના કેસર કેરીના પાક આધારીત કિશાનોને આર્થિક પાયમાલથી ઉગારવા તાલાલા તાલુકા ભારતીય કિશાન સંઘે માંગણી કરી છે.

mango

તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિશાનો વતી રાજયના કૃષિમંત્રી આર.સી. ફળદુને પાઠવેલ પત્રમાં તાલાલા તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ રાજુભાઈ પાનેલિયાએ જણાવ્યું હતું કે તાલાલા પંથકની કુલ ખેડવાણ લાયક ખેતીની જમીન પૈકી મોટાભાગની જમીનમાં કેસર કેરીના બગીચા આવેલ છે. જેમાં 15 લાખ આંબાના વૃક્ષો છે. તાલાલા પંથકની રોનકમાં વધારો કરતા તાલાલા પંથકમાં આંબા ચાલુ વર્ષ કેરી વિનાના ભાષી રહ્યા છે પ્રતિકૂળ આબોહવાને કારણે આ વર્ષ અકલ્પનીય નુકશાન જવાની ભિતી સેવાઈ રહી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં કેસર કેરી બજારમાં મળવા લાગી છે પરંતુ મે મહિનાની શરૂઆતમાં કેરીનો ફાલ પૂરબહારમાં બજારોમાં ઠલવાય છે જોકે પ્રારંભિક તબક્કે કદાચ નુકસાનની શકયતા લાગતી હોય પરંતુ કેરીનો પાક લેતા ખેડૂતોના જણાવ્યા અનુસાર કેસર સિવાય ની ઘણી જાત ગુજરાતમાં ખવાય છે જોકે વધારે પસંદગી તાલાળાની કેસર કેરીની થતી હોય છે ત્યારે હવે આગામી સમયમાં કેસર કેરીની આવક કેવી થાય છે તે જોવું રહ્યું

English summary
Mango lovers may be disappointed by reading this. Read the news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.