For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હત્યારો મનીષ તો ઝડપાયો પણ ક્રાઇમબ્રાન્ચની બેદરકારીની પોલ ખુલી

|
Google Oneindia Gujarati News

અમદવાદમાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાને પૂછપરછ દરમિયાન માથે પાઇપ મારીને ભાગી છૂટનાર આરોપીને ગુરુવારે મોડી રાતે ફિલ્મી ઢબે પોલિસે પકડી પાક્યો છે. આરોપી મનીષ મુંબઇથી બાન્દ્રા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં જયપુર જઇ રહ્યો હોવાની બાતમી મળતાં રેલવે પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસને સતર્ક કરી દેવાઇ હતી.

અ'વાદ ક્રાઇમબ્રાંચમાં જ આરોપીએ કોન્સ્ટેબલની કરી ક્રૂર હત્યા

જે બાદ અમદાવાદ ક્રાઇમ ઉપરાંત જિલ્લા એલસીબી, એસઓજી, કરજણ પોલીસ તેમજ રેલવે પોલીસ સહિત 300થી 350 પોલીસ કર્મચારીઓએ પ્લેટફોર્મને બંને તરફથી કોર્ડન કરી દીધી હતી. અને રાત્રે 10:04 કલાકે બ્રાન્દ્રા -જયપુર ટ્રેન કરજણ સ્ટેશન પર આવતા જ પોલીસે કોચમાં સવાર હત્યારા મનીષને ઝડપી પાડ્યો હતો. જે બાદ અમદાવાદ તેને ક્રાઇમની ટીમ સાથે ખાનગી કારમાં રવાના કરવામાં આવ્યો હતો.

જોકે આ સમગ્ર ઘટનાના ગંભીર પડઘા પડ્યા છે. અને ક્રાઇમ બ્રાન્ચની બેદરકારી પણ બહાર આવી છે. જે વિષે વધુ જાણો અહીં....

મોબાઇલ ટ્રેસ કરી પકડ્યો

મોબાઇલ ટ્રેસ કરી પકડ્યો

કોન્સ્ટેબલની હત્યા બાદ જ પોલીસે મનીષની શોધખોળ શરૂ કરી દીધી હતી. વિવાદના કારણે મનીષને પકડવો પોલિસ માટે ઇજ્જતનો સવાલ થઇ ગયો હતો. અને તેના મોબાઇલને ટ્રેસ કરીને પોલિસે તેની કરજણ રેલ્વે સ્ટેશનથી પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

ક્રાઇમબ્રાન્ચની બેદરકારી

ક્રાઇમબ્રાન્ચની બેદરકારી

નોંધનીય છે કે હાઈકોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચે પોતાના કેમ્પસની અંદર અને બહાર 15થી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પણ એક પણ કેમેરામાં મનીષ પકડાયો ન હતો. કેમ? જાણો આગળની સ્લાઇડમાં

સીસીટીવી કેમેરા

સીસીટીવી કેમેરા

કોન્સેટેબલની હત્યા બાદ જ્યારે ફૂટેજ માટે આ કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આમાંથી એક પણ કેમેરકો ચાલતો જ નથી. જે ક્રાઇમબ્રાન્ચની ગંભીર ભૂલ બતાવે છે.

મનીષ કેવી રીતે ભાગ્યો?

મનીષ કેવી રીતે ભાગ્યો?

હત્યા કર્યા બાદ મનીષ આરામથી ક્રાઈમ બ્રાન્ચનો મુખ્ય દરવાજો ખોલી એસઆરપીના 4 પોઈન્ટ વટાવીને પાર્કિંગની દિવાલ કૂદીને ભાગી ગયો હતો. આ મુદ્દે નાઈટ ડ્યૂટીમાં હાજર પીઆરઓ ખુમાનસિંહ ડાભીએ ગંભીર ફરજચૂક કરી હોવાનું જણાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પરિવાર માંગે છે ન્યાય!

પરિવાર માંગે છે ન્યાય!

જો કે કોન્સ્ટેબલ ચંદ્રકાન્તનો પરિવાર હજી પણ તે સ્વીકારી નથી શકતો કે ચંદ્રકાન્ત હવે તેમની વચ્ચે નથી રહ્યા. તેમના પરિવારે ન્યાયની માંગણી કરતા સીબીઆઇ તપારની માંગ કરી છે.

English summary
Manish killer of crime branch constable caught from Karjan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X