ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

 હર હર ભોલેના જયનાદ સાથે ગિરનારમાં શિવરાત્રિના મેળાનો શુભારંભ

હર હર ભોલેના જયનાદ સાથે ગિરનારમાં શિવરાત્રિના મેળાનો શુભારંભ

ભવનાથની તળેટીમાં આજથી શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાધુઓના મુખ્ય છ અખાડા ભાગ લેશે. આ મેળાનું આકર્ષણ દર વર્ષે દિગંબર અવસ્થામાં ફરતા બાવા છે તેઓ સામાન્ય દિવસોમાં જાહેરમાં જોવા નથી મળતા, પરંતુ શિવરાત્રિના મેળા દરમિયાન તેમનું અહીં આગમન થતું હોય છે. પાંચ દિવસ સુધી ચાલનારા ભવનાથમહાદેવના મેળામાં શુભ-મૂર્હુતમાં ભવનાથ મંદિરના શિખર ઉપર ભગવા રંગની ધજા ફરકાવવામાં આવી હતી અને ત્યારથી મેળો શરૂ થયો હતો. આ ધજારોહણ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મેળા માટે તંત્ર અગાઉથી તડામાર તૈયારીઓ કરતું હોય છે.

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો

અઠવાડિયા બાદન વાદળાછાયા વાતાવણ બાદ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, ગણદેવી, આણંદ જેવા વિવિધ શહેરોમાં ગાજવ જ સાથે માવઠું થયું હતુ. અમદાવાદમાં રાત્રે અઢી વાગ્યાની આસપાસ કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી બોટાદ મોરબી, ભાવનગર સહિત શહેરોમાં કમોસમી વરસાદ થતા હળવી ઠંડક પ્રસરી ઉઠી હતી. અમરેલી જીલ્લાના ધારી, સાવરકુંડલા અને બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જ્યારે ભાવનગર સહિત વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટા નોંધાયા હતા. જોકે કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે તેજમ કેરીના પાકને નુકસાન થવાની ચિંતા પણ ખેડૂતોમાં વ્યાપી છે. તો બીજી તરફ બેવડી ઋતુને કારણે રોગચાળો વકરે તેવી પણ શક્યતા હોવાથી શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે.

રાજકોટમાં દારૂડિયાઓએ કરી ફરજનિષ્ઠ પોલીસ કોન્સ્ટેબલની કરપીણ હત્યા

રાજકોટમાં દારૂડિયાઓએ કરી ફરજનિષ્ઠ પોલીસ કોન્સ્ટેબલની કરપીણ હત્યા

રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશનના કોન્સસ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યા થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે પ્રાપ્ત માહિતી મુજબ કોઠારિયાના ગોકુલનગરમાં રહેતા કોંસ્ટેબલ ભરતદાનની છરી મારી હત્યા કરી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ છરી ઘા મારી ભરતદાન ગઢવીની હત્યા કરી હતી. કોંસ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યાના કેસમાં તાલુકા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સાત આરોપીઓ જાહેરમાં દારૂ પીને નાચી રહ્યા હતા ભાન ભૂલેલા દારૂડિયાઓને રોકતી વખતે દારૂડિયાઓએ કોંસ્ટેબલને ચાકુના ઘા માર્યા હતા અને ફરજપરસ્ત કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું

રાજયની નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓનું સ્ટાઇપેન્ડ બંધ કરાતા વિદ્યાર્થીનીઓમાં રોષ

રાજયની નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓનું સ્ટાઇપેન્ડ બંધ કરાતા વિદ્યાર્થીનીઓમાં રોષ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની સરકારી કોલેજોમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળતું સ્ટાઇપેન્ડ બંધ કરવામાં આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીનીઓમાં રોષ વ્યાપી ગયો છે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે તેઓને રૂપિયા 4000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે પરંતુ છેલ્લા આઠ વર્ષી આ બાબતે તંત્ર નઠોર થઈ ગયું છે. અને વિદ્યાર્થીનીઓને સ્ટાઇપેન્ડ મળ્યું નથી. આ મુદ્દે તેમણે રાજયના આરોગ્ય મંત્રીનું પણ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી હવે રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓ રાહ જોઈ રહી છે કે મહિલા વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર તેમના પ્રશ્નનો ઉકેલ ક્યારે લાવે છે

વહેમીલા મગજના શંકાશીલ વ્યક્તિએ ડીટોનેટરથી બ્લાસ્ટ કરતા ચકચાર

વહેમીલા મગજના શંકાશીલ વ્યક્તિએ ડીટોનેટરથી બ્લાસ્ટ કરતા ચકચાર

અરવલ્લીના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે રહેતા જેશાભાઈ નાનાભાઈ ડામોર રાત્રે સૂતા હતા ત્યારે મધ્ય રાત્રિએ ડીટોનેટરની બે બ્લાસ્ટિંગ કેપ વાયરો સાથે લાવી ના ગાદલા નીચે મૂકીને દરવાજામાં ઉભા રહી બેટરીમાં વાયરો જોઈન્ટ કરતા એકાએક ભયંકર બ્લાસ્ટ થતા ખેડૂતના ગરદનના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ગામના એક વ્યકિતએ આડા સબંધના વહેમની અદાવત રાખી ખાટલાના માથાના ભાગે ડીટોનેટરની બ્લાસ્ટિંગ કેપ મૂકી બ્લાસ્ટ કરી ખેડૂત યુવકને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મેઘરજ પોલીસે આ ગુનો કરનારને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. જોકે ગુજરાતભરમાં ડીટોનેટરથી હત્યાના પ્રયાસની ઘટના ચર્ચાના ચકડોળે ચઢી હતી.

ગૃહમંત્રીના ગઢમાં અઢાર તારીખે દારૂના અડ્ડાઓ પર જનતા રેડનું એલાન કરતા અલ્પેશ ઠાકોર

ગૃહમંત્રીના ગઢમાં અઢાર તારીખે દારૂના અડ્ડાઓ પર જનતા રેડનું એલાન કરતા અલ્પેશ ઠાકોર

ગૃહમંત્રીના ગઢ એવા બહુચરાજીમાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડવાનું એલાન ક્ષત્રિય સેનાના અલ્પેશ ઠાકોરે કર્યુ હતું. શંખલપુરમાં અલ્પેશે જાહેરાત કરતા કહ્યું હતું કે, સરકારને દારૂબંધી માટે આપેલી સમયમર્યાદા 18મીએ પૂર્ણ થાય છે જેથી તીર્થધામ બહુચરાજીને પવિત્ર બનાવવા સાથે જનતા રેડની શરૂઆત કરીશું જે સમગ્ર રાજ્યમાં ચાલુ રહેશે.

રાજમોતી મિલના અમદાવાદના મેનેજરના મોતને મુદ્દે મિલમાલિક સામે પોલીસ ફરિયાદ

રાજમોતી મિલના અમદાવાદના મેનેજરના મોતને મુદ્દે મિલમાલિક સામે પોલીસ ફરિયાદ

રાજમોતી ઓઇલ મિલના અમદાવાદની બ્રાંચના મેનેજર 42 વર્ષીય દિનેશભાઇ મગનલાલ દક્ષિણ) ની આજે અમદાવાદ જીવરાજપાર્ક ખાતેથી અંતિમયાત્રા નીકળશે. નોંધનીય છે કે, દિનેશભાઇના શંકાસ્પદ મોતના મુદ્દે રાજમોતીના માલિક સમીર શાહ સહિત 4 વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. દિનેશભાઇ મગનલાલ દક્ષિણી રાજમોતી મિલની અમદાવાદના કાલુપર વિસ્તારમાં આવેલી બ્રાંચમાં બ્રાંચ મેનેજર તરીકે 10 વર્ષથી ફરજ બજાવતાં હતાં. રાજકોટની જાણીતી રાજમોતી ઓઇલ મિલના અમદાવાદની બ્રાંચના મેનેજર યુવકને મિલ માલિક સમીર શાહ અને પીએસઆઇ મારૂ સહિત ચાર શખ્સોએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધાની ફરિયાદ નોંધાઈ છે. મંગળવારે રાત્રે મોતને ભેટેલાં યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો હોવાનો આજે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતકના શરીર પર ઠોરમારના અસંખ્ય નિશાનો જોતા તેમની માર મારીને હત્યા થઈ હોવાની શંકા પણ સેવાઈ રહી છે.

નવસારીમાં પાકિસ્તાની ઝંડો ફરકતો હોવાના સમાચારને પગલે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ

નવસારીમાં પાકિસ્તાની ઝંડો ફરકતો હોવાના સમાચારને પગલે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ

નવસારીમાં પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં કેકે બિલ્ડિંગ ઉપર પાકિસ્તાનનો ઝંડો લગાવવામાં આવ્યો હોવાની જાણ કોઈકે સાંજે 4.45 કલાકે પોલીસ કંટ્રોલરૂમમાં કરી હતી. ઉપરાંત આ વાત પ્રજાપતિ આશ્રમ વિસ્તાર સહિત શહેરભરમાં ફેલાઈ જતા આ ઝંડો જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ પણ દોડતી ગઈ ગઈ હતી. જોકે વાસ્તવિકતા એવી હતી કે નવસારીના કેકે બિલ્ડિંગના ભોંયરામાં એક દરગાહ આવેલી છે. અને તે દરગાહનો ઝંડો ઇમારતના ધાબે લગાવવામાં આવ્યો હતો. આ ઝંડો પહેલી નજરે પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ જેવો જ લાગતો હોવાને કારણે થોડા સમય માટે તંત્ર હરકતમાં આવી ગયું હતું બાદમાં પોલીસે પરિસ્થિતિ થાળે પાડીને રાહતનો શ્વાસ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X