મારુતિ સુઝુકી ગુજરાતમાં 4960 કરોડનું રોકાણ કરશે, કંપનીએ જાહેરાત કરી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે ત્યારે દેશની અગ્રણી કાર નિર્માતા મારુતિ સુઝુકીએ ગુજરાતમાં 4,960 કરોડના રોકાણની ઘોષણા કરી છે.

કંપનીના ડિરેક્ટર બોર્ડે રાજ્યમાં જમીન સંપાદન માટેના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ રોકાણ દેશમાં વધતી કારની માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવાના કંપનીના લક્ષ્યનો એક ભાગ છે.

આ રોકાણ અંતર્ગત મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં 10 લાખ યુનિટનો વધારો કરવાની યોજના ધરાવે છે. કુલ અંદાજિત ખર્ચ 4,960 કરોડ છે. કંપનીના ડિરેક્ટર બોર્ડે સોમવારે યોજાયેલી બેઠકમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ ગુજરાતના ખોરજ GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) માં અમલમાં મૂકવામાં આવશે અને તેના માટે GIDC પાસેથી જમીન સંપાદનની મંજૂરી મળી ગઈ છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે જાપાનની ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને આગામી પાંચથી છ વર્ષમાં ભારતમાં 70,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ રોકાણનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષમતા વધારવા, નવા કાર મોડલ બજારમાં લાવવા અને ભારતીય બજારમાં કંપનીની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે.

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર છે અને સુઝુકી માટે સૌથી મોટું કાર માર્કેટ છે. મારુતિ સુઝુકી દેશની નંબર વન કાર નિર્માતા કંપની તરીકે ઓળખાય છે. અત્યાર સુધીમાં કંપનીએ ભારતમાં 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે અને તેની વેલ્યૂ ચેનમાં 11 લાખથી વધુ પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X