જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી ગુજરાતની મુલાકાતે

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મુફ્તી મહોમ્મદ સઈદ ગુજરાતની મુલાકાત

મુફ્તી મહોમ્મદ સઈદ ગુજરાતની મુલાકાત

જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મુફ્તી મહોમ્મદ સઈદ ગુજરાતની મુલાકાત લેશે. મુફ્તી મહોમ્મદ સઈદ આવતીકાલે અમદાવાદ આવશે. આ પહેલા મુફ્તી મહોમ્મદ સઈદે મુંબઇમાં શાહરૂખ ખાનની મુલાકાત લીધી હતી.

મનપાની પહેલી મેએ સામાન્ય સભા

મનપાની પહેલી મેએ સામાન્ય સભા

મનપાની પહેલી મેએ યોજાશે સામાન્ય સભા. મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી સભ્યોની ચૂંટણી. ચૂંટણીના પગલે બંને પક્ષો સક્રિય.

રીક્ષામાં પેસેન્જરની લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ

રીક્ષામાં પેસેન્જરની લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ

રીક્ષામાં પેસેન્જરને બેસાડીને લૂંટ ચલાવતી ટોળકીનો થયો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે લૂંટ ચલાવતી ટોળકીના એક સાગરીતની કરી ધરપકડ. આરોપી દિનેશ ઠાકોર પાસેથી રૂ.27 હજારના દાગીના જપ્ત કરાયા. કાલુપુર વિસ્તારમાં મહિલા પેસેન્જરને ટોળકીએ લૂંટી લીધી હોવાનુ કબુલ્યું.

સીએમએ સુરતના માંડવીની મુલાકાત લીધી

સીએમએ સુરતના માંડવીની મુલાકાત લીધી

સીએમ આનંદીબહેન પટેલ સુરતના માંડવીની મુલાકાત લીધી. સીએમ આનંદીબહેને જણાવ્યું કે હવે પછી જન્મતાં બાળકોની યાદી હૉસ્પિટલમાં રહેશે. ખોડ-ખાંપણવાળાં બાળકોનાં નામ-સરનામા લખાશે. ખોડ-ખાંપણવાળાં બાળકોની સારવાર સરકાર કરશે.

ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ

ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ

બીજીથી પાંચ મે સુધી સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાશે. પાંચ દિવસ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ. 2010માં 411 સિંહો-સિંહણ નોંધાયાં હતાં.

પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો

પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો

ગોત્રી મહી સોસાયટીમાં પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો. રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત.

ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત ગૌરવ દિવસ

55માં ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌ ગુજરાતીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો.

પોલીસ દ્વારા પાથરણાવાળાઓને ખસેડાયા

પોલીસ દ્વારા પાથરણાવાળાઓને ખસેડાયા

લાલ દરવાજામાં પાથરણાવાળાઓને ખસેડાયા.પોલીસ દ્વારા પાથરણાવાળાઓને ખસેડાયા.પોલીસ અને પાથરણાવાળાઓ વચ્ચે તકરાર.પાથરણાવાળાઓમાં રોષ.

મહિલા સંમેલન

સીએમ આનંદીબહેન પટેલ વ્યારામાં યોજાયેલા મહિલા સંમેલનમાં હાજર. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે લોકોને શુભેચ્છા આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X