નીતા અંબાણી દ્વારકાધીશના દર્શનાર્થે આવશે દ્વારકા

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નીતા અંબાણી દ્વારકા આવશે

નીતા અંબાણી દ્વારકા આવશે

મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આજે સાંજે 5 વાગ્યે વિમાન મારફતે દ્વારકા આવશે. નીતા અંબાણી દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા આવી રહ્યા છે.

જર્સી ગાયના દૂધમાં રહેલા ઘાતક તત્વો

જર્સી ગાયના દૂધમાં રહેલા ઘાતક તત્વો

જર્સી ગાયના દૂધમાં રહેલા ઘાતક તત્વોનો મામલો. હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત. કોર્ટે પૂછ્યું દૂધના પેકેટ - તેની પ્રોડક્ટના પ્રકાર જણાવો. જર્સી ગાયનું દૂધ એ-1 અથવા એ-2 પ્રકારનું છે તે જણાવો. એ-1 પ્રકારનું દૂધ આરોગ્યને હાનિકારક. જર્સી ગાય આપે છે એ-1 પ્રકારનું દૂધ.

જર્જરિત મકાન ધરાશાયી પાંચ લોકો દટાયા

જર્જરિત મકાન ધરાશાયી પાંચ લોકો દટાયા

વેજલપુર પોપટી ખાડી વિસ્તારમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા કરૂણ ઘટના સર્જાઇ. આ દુર્ઘટનામાં પાંચ લોકો કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ છે.

HCએ એટર્ની જનરલને ફટકારી નોટિસ

HCએ એટર્ની જનરલને ફટકારી નોટિસ

રાજ્યમાં ગ્રીન ટ્રિબ્યુનલ સ્થાપવા HCમાં અરજી. HCએ એટર્ની જનરલને ફટકારી નોટિસ. HCએ કેન્દ્રીય પર્યાવરણ વિભાગને ફટકારી નોટિસ.

કર્મચારીઓને લાંચ લેતા ઝડપ્યા

કર્મચારીઓને લાંચ લેતા ઝડપ્યા

ACBએ બહુમાળી ભવનના કર્મચારીઓને લાંચ લેતા ઝડપ્યા. ક્લાસ -1,3ના કર્મચારીને લાંચ લેતા ઝડપ્યા. BOCW રજિ.ના સર્ટિના કામ માટે માંગી હતી લાંચ. ક્લાસ-1 અધિકારી એન.એન.રાવ લાંચ લેતા ઝડપાયા સિનિયર ક્લાર્ક ગીરીશ સિસાંગિયા પણ લાંચ લેતા ઝડપાયા. રૂ.10 હજારની લાંચની માંગણી કરી હતી.

અમિત શાહે માંગી માફી

અમિત શાહે માંગી માફી

નારણપુરામાં અમિત શાહનું સંબોધન, લોકોને સમય ન આપી શકતા માગી માફી, મહિનામાં ત્રણ દિવસ મળવાનો કર્યો વાયદો.

INS સરદાર પટેલ

INS સરદાર પટેલ

9 મેના દિવસે INS સરદાર પટેલ જહાજ પોરબંદરથી દેશને કરાશે સમર્પિત, CM આનંદીબહેન, સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકર રહેશે હાજર.

આમિર ખાનના વકીલની દલિલ

આમિર ખાનના વકીલની દલિલ

લગાન ફિલ્મમાં કાળિયાર હરણના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, આમિર ખાનના વકીલે ફિલ્મના શૂટિંગમાં હરણનો ઉપયોગ ન થયાની કરી રજૂઆત.

ગુજરાતના મુખ્ય સમાચાર

ગુજરાતના મુખ્ય સમાચાર, જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X